જે લોકો CNG પર વાહન ચલાવે છે તેમને હવે VIP સુવિધા (CNG home delivery) મળશે. દિવસ હોય કે રાત, હવે સીએનજી પંપ તમારા ઘરે આવશે અને કોઈપણ સમયે માત્ર એક કોલથી CNG ભરી દેશે. આ સુવિધા હાલમાં મહારાષ્ટ્ર(Maharashtra)ના મુંબઈ(Mumbai) શહેરમાંથી શરૂ કરવામાં આવી રહી છે. આ સાથે હવે લોકોને CNG ભરવા માટે કલાકો સુધી લાઈનોમાં રાહ જોવી પડશે નહીં.
CNGની હોમ ડિલિવરી ચોવીસ કલાક કરવામાં આવશે:
સ્ટાર્ટઅપ કંપની ફ્યુઅલ ડિલિવરીએ મુંબઈમાં CNGની હોમ ડિલિવરી માટે મહાનગર ગેસ લિમિટેડ સાથે કરાર કર્યો છે. આ કરાર હેઠળ મોબાઈલ CNG સ્ટેશન બનાવવામાં આવશે, જે અઠવાડિયાના સાતેય દિવસ અને ચોવીસ કલાક ગેસની હોમ ડિલિવરી કરશે. આ સુવિધા ઓટો રિક્ષા, કેબ, ખાનગી અને કોમર્શિયલ વાહનો, CNG પર ચાલતી સ્કૂલ બસો સહિત તમામ વાહનો માટે ઉપલબ્ધ હશે જે CNG પર દોડે છે.
બે મોબાઈલ સીએનજી સ્ટેશનોથી શરૂઆત:
સ્ટાર્ટઅપ ફ્યુઅલ ડિલિવરીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ સુવિધા શરૂ થયા બાદ હવે લોકોને CNG ભરવા માટે પંપ પર કલાકો સુધી રાહ જોવી પડશે નહીં અને કતારમાં ઊભા રહેવાની જરૂર પડશે નહીં. કંપનીએ કહ્યું કે તેને મહાનગર ગેસ લિમિટેડ તરફથી મુંબઈમાં બે સીએનજી ડિસ્પેન્સિંગ યુનિટ એટલે કે મોબાઈલ સીએનજી સ્ટેશન શરૂ કરવાની મંજૂરી મળી છે. તે આગામી ત્રણ મહિનામાં શરૂ થશે. સૌથી પહેલા મુંબઈના સાયન અને મહાપેમાં આ સુવિધા ઉપલબ્ધ થશે. આ પછી ધીમે ધીમે તેને સમગ્ર શહેરમાં વિસ્તારવામાં આવશે.
ડીઝલની હોમ ડિલિવરી પહેલેથી જ થઈ રહી છે
કંપનીએ કહ્યું કે તેણે પેટ્રોલિયમ અને એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઈઝેશન પાસેથી મંજૂરી મળ્યા બાદ પ્રથમ ટ્રાયલ હાથ ધર્યું. ટ્રાયલ પછી જ CNGની હોમ ડિલિવરી મંજૂર કરવામાં આવી છે. તેમણે કહ્યું, ‘ભારતમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે, જ્યારે કોઈ સ્ટાર્ટઅપ કંપની મોબાઈલ CNG સ્ટેશન લોન્ચ કરવા જઈ રહી છે. દેશમાં ડીઝલની સફળ હોમ ડિલિવરી બાદ હવે અમે અમારા ગ્રાહકોને ઘરે બેઠા CNG પ્રદાન કરવા જઈ રહ્યા છીએ.
અત્યારે મુંબઈમાં માત્ર એટલા જ CNG સ્ટેશન છે:
કંપનીએ કહ્યું કે માત્ર મુંબઈમાં જ દર વર્ષે 43 લાખ કિલો સીએનજીનો વપરાશ થાય છે. શહેરમાં લગભગ પાંચ લાખ સીએનજી વાહનો ચાલે છે. આ પછી પણ મુંબઈમાં માત્ર 223 સીએનજી સ્ટેશન છે. આવી સ્થિતિમાં મોબાઈલ સીએનજી સ્ટેશન શરૂ થવાથી લાખો લોકોને રાહત મળવાની છે. આ સુવિધાથી લોકોનો સમય પણ બચશે અને CNG વાહનોની લોકપ્રિયતા પણ વધશે. કંપની આવનારા સમયમાં આ સેવાને અન્ય શહેરોમાં વિસ્તારી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.