મોબાઈલ ફોન ફેંકો અને મેળવો મોંઘુદાટ ઇનામ- જાણો આ અનોખી રમત વિશે

હાલમાં સોશિયલ મીડિયા પર એક જાણકારી વાયરલ થઈ રહી છે કે, જેને જાણીને તમારી આંખો પહોળી થઈ જશે. આપણામાંથી કેટલાંક લોકોની ટેવ હોય છે કે, ગુસ્સો આવે ત્યારે હાથમાં જે કંઈ પણ વસ્તુ હોય તેને છુટ્ટી ફેંકી દેતાં હોય છે. હવે આજના સમયમાં હાથમાં મોટાભાગે રહેતી વસ્તુ મોબાઈલ છે.

આવા સમયમાં જ્યારે મોબાઈલ લાગતો નથી, નેટવર્ક નથી આવતુ, ફોન હેન્ગ થાય, ઈન્ટરનેટની સ્પીડ ધીમી આવતી હોય અથવા તો ઘરમાં કે ઓફિસમાં કોઈની સાથે ઝઘડો થયો હોય ત્યારે હાથમાં રહેલ મોબાઈલને ફેંકી દેવાનો વિચાર આવી જતો હોય છે.

આપને મોબાઈલ ફેંકવાના બદલામાં ઈનામ મળે તો? તમે બરાબર વાંચ્યુ મોબાઈલ ફેંકવાના બદલામાં ઈનામ. આજે અમે તમને જણાવીશું એક એવી ગેમ વિશે કે, જે રોમાંચક હોવાની સાથે જ આશ્ચર્યચકિત કરી દે એવી છે. આ ગેમનું નામ મોબાઈલ ફોન થ્રોઈંગ ચેમ્પિયન શીપ છે.

આવાં પ્રકારની ગેમનું આયોજન ફિનલેન્ડમાં થાય છે. આ ગેમને ફિનલેન્ડની રાષ્ટ્રીય ગેમ પણ કહેવામાં આવે છે. આ ગેમમાં પ્રતિયોગીઓની વચ્ચે એ વાતની હોડ જામી હોય છે કે, કોણ કેટલા અંતર સુધી પોતાનો મોબાઈલ ફેંકી શકે છે. છે ને મજેદાર!

આ ગેમને હળવાશ લેવાની ભૂલ ન કરતા. કારણ કે, ગેમમાં ભાગ લેનાર લોકો તેને ઓલમ્પિક જેવી ખુબ ગંભીરતાથી લે છે. ઓલમ્પિકમાં જે રીતે અનેકવિધ કેટેગરી હોય છે, જેમ કે ગોળાફેંક, ભાલાફેંક એ રીતે આ ગેમમાં પણ કેટેગરી હોય છે. મોબાઈલ ફોન થ્રોઈંગ ચેમ્પિયન શીપમાં સૌપ્રથમ કેટેગરી પ્રિસ્ટાઈલ કેટેગરી છે.

જેમા તમે ફોન અલગ અલગ અંદાજમાં ફેંકી શકો છો. જેમા ચકાસવામાં આવે છે કે, તમે આ કામ કરવામાં કેટલા ક્રિએટીવ છો. આ ગેમમાં બાળકોની માટે પણ અલગ કેટેગરી રાખવામાં આવી હોય છે. 12 વર્ષથી નાની ઉંમરના બાળકો આ કેટેગરીમાં ભાગ લઈ શકે છે. આ કોમ્પિટિશન ફિનલેન્ડના શહેર સેવનલિનામાં વર્ષ 2000 પછીથી દર વર્ષે આયોજન કરવામાં આવે છે.

આપને જણાવી દઈએ કે, મોબાઈલ કંપની નોકિયા આ જ દેશની છે. એ જ નોકિયા જેના ફોન એકસમયે અંદાજે તમામ લોકો પાસે હતા. એ જ નોકિયાના નાના-નાના ફોન જે બ્લેકબેરી તથા સ્માર્ટફોન આવ્યા બાદ ભૂલાઈ ગયા છે. એ જ કંપનીના દેશમાં થાય છે આ વર્લ્ડ ચેમ્પિયનશીપ.

ફિનલેન્ડની દેખાદેખીમાં આવાં પ્રકારની કોમ્પિટિશન બીજા દેશો પણ યોજવા લાગ્યા છે. જેનાં અંગે ફિનલેન્ડ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ગેમમાં ભાગ લેનાર લોકો સાવધાન રહે છે. અસલી મોબાઈલ ફોન થ્રોઈંગ કોમ્પિટિશન ફક્ત ફિનલેન્ડમાં જ યોજવામાં આવે છે.

આ કોમ્પિટિશનનું આયોજન કરનાર લોકોનો નેક ઈરાદો પણ છે કે, તેઓ રિસાયક્લિંગને પ્રોત્સાહન આપવાનો પણ રહેલો છે. આ ગેમમાં એવા ફોનનો ઉપયોગ કરવામાં આવે છે કે, જે ખરાબ થઈ ગયા હોય છે. પ્રતિયોગી આવા ફોનને ફેંકે છે ઓર્ગેનાઈઝેશન તેને એકત્ર કરે છે તેમજ મોબાઈલને રિસાયકલ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *