વલસાડ/ સિવિલ હોસ્પિટલમાંથી મોબાઈલની ચોરી કરતો ચોર CCTV કેમેરામાં કેદ- જુઓ LIVE વિડીયો

Published on Trishul News at 2:07 PM, Fri, 15 September 2023

Last modified on September 15th, 2023 at 2:08 PM

Mobile stolen from Valsad Civil Hospital: રાજ્યમાં જાણે બુટલેગરો અને લૂંટારો અને ખાખીનો ડર જ ન રહ્યો હોય તેમ ખુલ્લેઆમ ગુનાહિતકૃત્યો કરી રહ્યા છે. અવારનવાર ચોરીની ઘટનાઓ સામે આવતી રહે છે. અત્યારે હાલમાં ફરી એક વખત વલસાડમાંથી આવી જ એક ચોરની ઘટના સામે આવી રહી છે.(Mobile stolen from Valsad Civil Hospital) વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે વલસાડ, નવસારી, ડાંગ સહિત મહારાષ્ટ્રના મોટા પ્રમાણમાં વસતા ગરીબ વર્ગના દર્દીઓ આવતા હોય છે.

સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓની સાથે રોકાયેલા સભ્યો જનરલ વોર્ડ, ઈમરજન્સી વોર્ડની બહાર રાત્રિ દરમિયાન સુતા હોય તે સમયનો લાભ ઉઠાવીને ચાદર ઓઢીને રેકી કરીને નિંદ્રા મળી રહેલ પરિવાર જનોની આસપાસ રહેલ મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો.

સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ વાઈરલ થઇ રહ્યા છે. આ ચોરે છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાંથી 10 થી વધુ મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ રહ્યો છે. ઘટના સ્થળ પરથી મળતી માહિતી મુજબ, વલસાડના સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે અરવિંદભાઈ પોતાની માતાને દાખલ કરવામાં આવી હતી. ત્યારે અરવિંદભાઈ વોર્ડની બહાર રાત્રે સુતા હતા, તે દરમિયાન કોઈ ચોર ઈસમ ચાંદર ઓઢીને આટાફેરા કરી મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.

જેની જાણ અરવિંદભાઈ એ તેના ભાઈને કરતા તેના ભાઈ સાથે હોસ્પિટલમાં લગાવેલા CCTV કેમેરા ચેક કરતા તેમાં એક ચોર ઈસમ મોબાઈલની ચોરી કરતો નજરે ચડે છે. છેલ્લા કેટલાક દિવસથી સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓના સગા સબંધીઓના 10 થી વધુ મોબાઈલ ફોન ચોરી થઈ હોવાની માહિતી મળી હતી. વલસાડ સીટી પોલીસ ચાદર ઓઢીને આવતો આ ચોરનું પગેરું જલ્દી થી પકડે તેવી માંગ દર્દીઓના સગા સભંધીઓમાં ઉઠી રહી છે.

Be the first to comment on "વલસાડ/ સિવિલ હોસ્પિટલમાંથી મોબાઈલની ચોરી કરતો ચોર CCTV કેમેરામાં કેદ- જુઓ LIVE વિડીયો"

Leave a comment

Your email address will not be published.


*