હાલ રોગચાળો(diseases) ખુબ જ વધી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને નાના બાળકોમાં અનેક હઠીલા અને જીવલેણ રોગ પેદા થઈ રહ્યા છે. જેને કારણે તેમની સારવાર માટે કરોડોનો ખર્ચ કરવો પડતો હોય છે. ત્યારે હાલ આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, અરવલ્લી(Aravalli) જિલ્લાના નાનકડા ગામમાં રહેતો દૈવિક સોની(Divine Sony) પણ આવી જ એક ગંભીર બીમારીમાં સંપડાયો છે, જેના ઈલાજ માટે અમેરિકા (America)થી 16 કરોડની અધધ કિંમતનાં ઈન્જેક્શન (injection)ની જરૂર પડી છે. દૈવિકને સ્પાઈનલ મસ્ક્યુલર એસ્ટ્રોફી(Spinal muscular astrophy) SMA-1 નામની બીમારી થઈ છે. ઈલાજની રકમ જંગી હોવાથી દૈવિકનો પરિવાર લાચાર બન્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર મદદ માટે અપીલ કરી છે.
હસતા-રમતા ભૂલકાના અચાનક હાથ-પગ હલવાના બંધ થયા:
મળતી માહિતી અનુસાર, મોડાસા તાલુકાના ટિંટોઈ ગામે રહેતા દેવાંગ સોની પોતે સોનીકામ કરી મધ્યમ પરિસ્થિતિમાં જીવન ગુજારો કરે છે. તેમને ત્યાં દીકરાનો જન્મ થયો અને તેનું નામ દૈવિક રાખ્યું. આ દૈવિક શરૂઆતમાં તંદુરસ્ત જ હતો, પરંતુ ત્રણ માસનો થયો ત્યાંથી શરીરની હલનચલન પ્રક્રિયા ઓછી થવા લાગી. હાથ પગ હલાવવાના બિલકુલ બંધ થઈ ગયા, જેથી માતા-પિતા ખૂબ ચિંતા કરવા લાગ્યાં અને સારવાર માટે મોડાસા ખાનગી હોસ્પિટલમાં લઇ ગયાં હતાં.
જ્યાં ડોક્ટરને આ બાળકમાં કોઈ અલગ પ્રકારના સિમ્પ્ટન્સ હોવાનું જણાવતાં દૈવિકને વધુ રિપોર્ટ માટે અમદાવાદ મોકલ્યા હતા. ત્યાં બે માસ અગાઉ કરેલા ટેસ્ટનો રિપોર્ટ આવ્યો તો તેને સ્પાઇનલ મસ્ક્યુલર એસ્ટ્રોફી SMA – 1ની બીમારી જણાઈ. આ ગંભીર રોગ છે તેમજએની સારવાર ખૂબ મોંઘી હોય છે. આ બાળકની આ રોગ સામે પ્રતિકાર કરવા અને એને નાથવા માટે અમેરિકાથી 16 કરોડનાં ઇન્જેક્શનની જરૂર પડી છે. સામાન્ય જીવન જીવી રહેલા લોકો પાસે 16 કરોડ તો હોવાના જ નથી. તેથી બાળકના માતા પિતા દ્વારા સોશિયલ મીડિયા પર મદદ માંગવામાં આવી છે.
NGO દ્વારા બેંક અકાઉન્ટ ખોલી ફંડ ભેગું કરાઈ રહ્યું છે:
આટલી મોટી રકમ સાંભળી બાળકના પરિવારજનો ભાંગી પડ્યા હતા, પરંતુ ગ્રામજનો અને કુટુંબીજનોએ હિંમત આપીને સોશીયલ મીડિયાના માધ્યમથી મદદ માટે અપીલ કરી તેમજ એક NGO દ્વારા દૈવિક સોની નામનું બેન્ક એકાઉન્ટ ખોલાવી ડોનેશન ઉઘરાવવાનું શરૂ કરાવ્યું છે. દૈવિકના પિતાએ પણ બે હાથ જોડીને વિનંતી કરી છે કે ઇન્જેક્શનની કિંમત બહુ મોટી છે, પણ જો બધા થોડું-થોડું ડોનેશન આપે તો દૈવિક બચી શકે એમ છે. આ પહેલા પણ આવી જ બનેલી ઘટનામાં ગુજરાતની તમામ જનતાએ યથાશક્તિ સહયોગ આપ્યો હતો. તો કરોડો રૂપિયાનું ડોનેશન મળ્યું અને બાળક બચી ગયું. એ જ રીતે આ બાળકના પરિવારજનોએ પણ અપીલ કરીને મદદની માગ કરી છે.
તમે અહિયાં મદદ કરી શકો છો!
Bank name: RBL Bank
Account Number: 2223330048331263
Account Name: Daivik Devang
IFSC Code: RATN0VAAPIS (the digit after N is Zero)
જો વધારે માહિતીની જરૂર હોય અહિયાં સંપર્ક કરો..
નામ: દેવાંગભાઈ સોની, ગામ: ટીંટોઇ, તાલુકો: મોડાસા, જીલ્લો: અરવલ્લી
ફોન નંબર: 940801150
સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી ફેક્ટ શીટ-1 બીમારી શું છે?
ત્યારે હવે આ રોગ વિશે જાણીએ તો, આ બીમારી રંગસૂત્ર-5ની નાળીમાં ખામીને કારણે થાય છે. આ જનીન સર્વાઈકલમાં પ્રોટીન ઉત્પન્ન કરે છે, જે માનવ શરીરમાં ન્યુરોન્સનું પ્રમાણ જાળવી રાખે છે, પરંતુ એમાં ખામી હોય ત્યારે ન્યુરોન્સનો સ્તર જળવાતો નથી, તેથી કરોડરજ્જુમાં નબળાઈ અને બગાડ પેદા થાય છે અને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી સર્જાય છે. આ બાળકને માતા-પિતા તરફથી વારસામાં મળતો રોગ છે, જે જિનેનિક ખામીને કારણે થાય છે.
આ રોગની સારવાર ખૂબ મોંઘી છે. આ માટે અમેરિકાથી રૂ. 22 કરોડ જેટલી કિંમતનાં ઈન્જેક્શન મગાવવાં પડે છે, જેને ડિસેમ્બર-2016માં યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનની માન્યતા પણ મળેલી છે. આ ઈન્જેક્શનની મદદથી પ્રોટીનનું પ્રમાણ વધારી શકાય છે, જે માંસપેશીઓની હિલચાલ અને કામ કરવાની શક્તિ પણ વધારે છે. આટલી મોટી રકમને કારણે બાળકના માતા-પિતા દ્વારા સોશિયલ મીડિયા પર મદદ કરવા અંગે અપીલ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.