Model Manvi Raj Singh Love Jihad: લવ જેહાદના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે ત્યારે વધુ એક એવી ઘટના સામે આવી છે. જેમાં મૉડલ માનવી રાજ સિંહે (Manvi Raj Singh) મોડલિંગ ઈન્સ્ટિટ્યૂટ ચલાવતા વ્યક્તિ પર ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા છે. આટલું જ નહીં મામલો એટલો આગળ વધી ગયો છે કે મોડલે ઈન્સ્ટિટ્યૂટના માલિક સામે લવ જેહાદનો કેસ દાખલ કર્યો છે. આ કેસ મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. પરંતુ મુંબઈ પોલીસે આ કેસ રાંચી પોલીસને ટ્રાન્સફર કરી દીધો છે. કારણ કે મોડલિંગ ઈન્સ્ટિટ્યૂટ રાંચીમાં જ છે. હાલ રાંચી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ અંગે બંને પક્ષના નિવેદનો પણ સામે આવ્યા છે.
#WATCH | “He was putting pressure on me to marry him and convert my religion. All this started in the year 2020 when I joined his modelling agency. Earlier he told me that his name is Yash but after 4 months, I got to know that his real name is Tanveer Akhtar. He is sending my… pic.twitter.com/Tp0UiMw9fy
— ANI (@ANI) May 31, 2023
તનવીરે પોતાનું નામ યશ જણાવ્યું
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ મામલો બિહારના ભાગલપુરમાં રહેતી મૉડલ માનવી રાજ સિંહનો છે. માનવી મોડલિંગ કરે છે અને થોડા સમય પહેલા તેણે રાંચીની એક મોડલિંગ સંસ્થામાં એડમિશન લીધું હતું. આ ઇન્સ્ટિટ્યૂટ જેઓ મોડેલિંગમાં કારકિર્દી બનાવવા માંગે છે, તેમને તૈયાર કરવાના નામે બનાવવામાં આવી હતી. અહીં તેની મુલાકાત એક એવી વ્યક્તિ સાથે થઈ જે પોતાને સંસ્થાનો માલિક કહે છે અને પોતાને યશ કહે છે, ધીરે ધીરે બંનેની મુલાકાત આગળ વધી.
બ્લેકમેલની સિલસિલો થયો શરુ
આ દરમિયાન માનવી રાજ સિંહને ખબર પડી કે યશ નું અસલી નામ યશ નહીં પણ તનવીર અખ્તર છે. તે રાંચી શહેર છોડીને મુંબઈ ગઈ હતી. ત્યાં માનવીએ બારસોવા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો. તેણે કહ્યું કે મિત્રતા દરમિયાન તેણે હોળી પર નશાની ગોળીઓ ખવડાવી હતી અને તેની કેટલીક તસવીરો પણ લીધી હતી. આ પછી તનવીરે તેને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધું હતું.
તનવીર અખ્તરને આપો જવાબ
આટલું જ નહીં, મોડલે એવો પણ આરોપ લગાવ્યો હતો કે તનવીર તેના પર ધર્મ બદલવા અને લગ્ન કરવા માટે દબાણ કરવા લાગ્યો હતો, ત્યાર બાદ કંટાળીને તે મુંબઈ આવી ગઈ હતી. પરંતુ તેમ છતાં તે તેને બ્લેકમેલ કરતો રહ્યો. બીજી તરફ તનવીર અખ્તરે પણ એફિડેવિટમાં કબૂલ્યું હતું કે તે તેને હેરાન કરતો હતો પરંતુ તેનો યુવતીને કોઈ પણ પ્રકારે નુકસાન કરવાનો ઈરાદો નહોતો, બલ્કે તે સાથે રહેવા માટે કરતો હતો. મોડલના આરોપોને ફગાવી દેતા તેણે કહ્યું કે માનવી તેના બોયફ્રેન્ડ સાથે મળીને મને બ્લેકમેલ કરી રહી છે.
રાંચી પોલીસે તપાસ શરૂ કરી
તનવીરે એમ પણ કહ્યું કે તનવીર અખ્તરએ મારા ધંધાને નુકસાન પહોંચાડ્યું અને ત્યારપછી જ્યારે મેં તેની પાસેથી વળતરની માંગ કરી તો તે મને બ્લેકમેલ કરી રહી છે. હાલમાં બંને એકબીજા પર બ્લેકમેલિંગનો આરોપ લગાવી રહ્યા છે. એક અન્ય અહેવાલ મુજબ, આ બધું વર્ષ 2020 માં શરૂ થયું જ્યારે માનવી તનવીરની મોડેલિંગ એજન્સીમાં જોડાઈ. રાંચી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.