Pramukh Swami Shatabdi Mahotsav – પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ગુજરાતના અમદાવાદ ખાતે ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. શતાબ્દી મહોત્સવ અને પ્રમુખસ્વામી નગરના આયોજનને ની વાહવાહી દુનિયાભરમાં થઇ રહી છે. આટલા વિશાળ નગરમાં આયોજન કેવી રીતે શક્ય બન્યું? તે વિશ્વના દિગ્ગજ મેનેજમેન્ટકારો પણ વિચારી રહ્યા છે. દરરોજ સેકંડો દર્શનાાર્થીઓ, હજારો વાહનો, હજારો ભાવિકો-ભક્તોની રહેવાની ઉતારા વ્યવસ્થા… આ દરેક વ્યવસ્થા વિના વિઘ્ને કેવી રીતે થઈ રહી છે? તે વિચારવા જેવું છે. પ્રમુખસ્વામી વિજ્ઞાન અને શ્રદ્ધા પર વિશ્વાસ રાખતા હતા. હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિજિટલ ઇન્ડિયાની ઝુંબેશ ચલાવી રહ્યા છે. જેને BAPS સંસ્થાએ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ દ્વારા ડિજિટલ ઈન્ડિયાનું રોલ મોડેલ ઊભું કર્યું છે.
શતાબ્દી મહોત્સવમાં આવતા સેંકડો ભાવિકો અને ભક્તોને રહેવા માટે સારા ઉતારાની વ્યવસ્થા, તેમના માટે ભોજન અને વ્યવસ્થા પાર્કિંગ વ્યવસ્થા તેમજ નગરમાં સેવા કરતા હજારો સ્વયંસેવકો માટે ઉતારા, ભોજન વ્યવસ્થા… સાથે સાથે વાહન વ્યવહાર ટ્રાન્સપોર્ટ પાર્કિંગ સુવિધા ઉભી કરવા માટે એક માળખું તૈયાર કરવામાં આવ્યું છે. ટોટલ 27 જેટલી એપ્લિકેશન-સોફ્ટવેર દ્વારા અલગ અલગ વિભાગોનું સંચાલન સુચારુ રીતે કરવામાં આવી રહ્યું છે.
ખાસ વાત તો એ છે કે, શતાબ્દી મહોત્સવની ઉજવણીમાં પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય, તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. ખાસ કરીને આ નગરમાં ગ્રીન ટેકનોલોજી અર્થાત ‘નો પેપર પોલીસી’ અપનાવી છે. આ અનોખા વિચાર દ્વારા BAPS સંસ્થાના સ્વયંસેવકો અને સત્સંગી ગુણભાવી હરિભક્તોની આઇટી કંપનીઓએ કુલ 27 જેટલી એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. જે એપ્લિકેશ દ્વારા ઉતારા વિભાગ, સ્વયંસેવક દળ એપ, નગર દર્શન એપ, દર્શનાર્થી એપ, જનરલ સ્ટોર એપ, મેડિકલ એપ, પ્રેમવતી એપ, લોસ્ટ એન્ડ ફાઉન્ડ સોફ્ટવેર, ટ્રાન્સપોર્ટ એપ, બુક સ્ટોલ એપ, કિચન એપ, બાલનગરી એપ, યજ્ઞ એપ સહિતની અલગ અલગ કેટેગરીની એપ્લિકેશન દ્વારા સમગ્ર નગરનું સંચાલન થઇ રહ્યું છે.
ઉતારા વિભાગની એપ્લિકેશનની વાત કરીએ તો આ એપમાં, પ્રમુખ સ્વામી નગરમાં આવતા દર્શનાર્થીઓ અને સ્વયંસેવકો માટે કઈ જગ્યાએ ઉતારો રહેશે, તેણી સચોટ માહિતી આપવામાં આવે છે. ઉતારમાં તેમના રૂમ નંબર અથવા બ્લોક નંબર સાથે વિગતો આપવામાં આવે છે. આટલું જ નહી તેઓને ભોજન લેવા માટે કઈ ભોજન શાળામાં જવું? તેની પણ માહિતી આ એપ્લિકેશન દ્વારા મળી રહે છે.
પાર્કિંગમાં મુકવામાં આવ્યા QR કોડ
પ્રમુખ સ્વમી નગરમાં દર્શન કરવા આવતા સેકંડો દર્શનાર્થીઓને સરળતાથી પાર્કિંગ મળી રહે, એ માટે દરેક પાર્કિંગમાં QR કોડ સ્કેનર પણ મુકવામાં આવ્યા છે. જે QR કોડ સ્કેનરથી વ્યક્તિ પોતાના ફોનમાં જ વાહનોનું લોકેશન સેવ કરી શકે છે. જેના કારણે દરેક લોકો પોતાનું વહાણ સરળતાથી શોધી શકે, આટલું જ નહીં પ્રમુખ સ્વામી નગર પ્રવેશ બાદ પરિવારના સભ્યોને જુદા જુદા પ્રદર્શન ખંડમાં જવું હોય તો તેના રૂટ દર્શાવતી પ્રમુખસ્વામી નગર દર્શન એપ પણ તૈયાર કરવામાં આવી છે.
Amazon વેરહાઉસની જેમ પ્રમુખ સ્વામી નગરના જનરલ સ્ટોર્સનું મેનેજમેન્ટ
પ્રમુખ સ્વામી નગરના જનરલ સ્ટોર્સમાં એમેઝોનના વેરહાઉસની જેમ મેનેજમેન્ટ થઇ રહ્યું છે. સોફ્ટવેર દ્વારા કઈ વસ્તુ કઈ જગ્યાએ છે, તેની વિગતો સાથે આ સોફ્ટવેરમાં વિશાળ નગરના કોઈપણ વિભાગને જ્યારે વસ્તુની જરૂર પડે ત્યારે મંગાવી શકે છે. અને ગણતરીની મીનીટોમાં જ આ વસ્તુનો ઓર્ડર જે તે વિભાગમાં ડિલિવર કરી દેવામાં આવે છે. આટલું જ નહીં આ વિભાગને આ ઓર્ડર અંગેની ઇન્વોઈસ પણ આપવામાં આવે છે. જ્યારે કોઈ વસ્તુ જનરલ સ્ટોર્સમાં પરત આવે છે, ત્યારે તે અંગેની નોંધણી પણ સોફ્ટવેર દ્વારા જ કરવામાં આવે છે.
ટૂંકમાં કહીએ તો, આખા પ્રમુખ સ્વામી નગરનું સંચાલન 27 એપ્લીકેશન દ્વારા સરળતાથી થઇ રહ્યું છે. લોસ્ટ એન્ડ ફાઉન્ડ અને પૂછપરછ વિભાગમાં પણ BAPS સંસ્થા દ્વારા સોફ્ટવેર એપ્લીકેશનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સાથે-સાથે નગરમાં રહેલા દરેક પ્રેમવતી ઉપહાર ગ્રુહમાં, બુક સ્ટોલમાં પણ આ જ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.