પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુપીની રાજધાની લખનઉમાં તારીખ 5 થી 9 ફેબ્રુઆરી સુધી ચાલનારા ડિફેન્સ એક્સપો 2020નું ઉદ્ધાટન કર્યું છે. તે દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અડધા કલાકનું ભાષણ આપ્યું. ત્યાર બાદ પ્રદર્શનને પણ નીહાળ્યું હતું. દરમિયાન એક રસપ્રદ ક્ષણ સામે આવી, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના હાથમાં બંદૂક ઉઠાવી લીધી અને નિશાન લગાવી સિમુલેટેડ ફાયર કરતા નજરે પડ્યા હતા.
હથિયારોની દ્રષ્ટીએ આ એશિયાનું સૌથી મોટું બજાર છે. વૃંદાવન યોજનાના સેક્ટર-15માં 43 હજાર વર્ગમીટરમાં ફેલાયેલા આ ડિફેન્સ એક્સ્પોમાં દેશ વિદેશની દિગ્ગજ રક્ષા કંપનીઓ પોતાના અત્યાધુનિક હથિયારોનું અહીં પ્રદર્શન કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અહીં હાજર એક રોબોટ સાથે પણ પોતાના હાથ મિલાવ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડિફેન્સ એક્સપોની મુલાકાત લઇ રહ્યાં હતા, તે સમયે રાઇફલ સ્ટોલ પર પહોંચ્યા જ્યાં કેટલીક રાઇફલ પ્રદર્શનમાં મુકી હતી અને તેની સામે એક સ્ક્રીન મુકવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અહીં રાઇફલની ટેક્નોલોજીની માહિતી મેળવી અને વર્ચુઅલ સ્ક્રીન પર સિમુલેટેડ ફાયર કર્યું હતું. 80 ભારતીય કંપનીઓના 90 વધારે હથિયારો આ પ્રદર્શનમાં મૂકાયા છે. DRDOના 16 નવા હથિયારો આ એકસ્પોમાં લોન્ચ થઈ રહ્યાં છે.
#WATCH Lucknow: Prime Minister Narendra Modi at a stall showcasing a virtual shooting range. #DefExpo2020 pic.twitter.com/KQTlfoUWG9
— ANI UP (@ANINewsUP) February 5, 2020
સિમ્યુલેશન અભ્યાસ કરવા માટેની એક ટેક્નોલોજી છે, જેમાં અસલીની જગ્યાએ ટેક્નીકલ રાઇફલ મુકવામાં આવે છે. ટ્રિગર દબાવા પર સક્રીન પર જાણવા મળે છે, તમારુ નિશાન કેટલુ સટીક હતું. લખનઉમાં યોજાનારો એક્સપો ભારતમાં યોજાઇ રહેલો અત્યાર સુધીનો સૌથી મોટો એક્સપો છે. એક્સપોમાં લગભગ દેશ-વિદેશની એક હજાર કંપનીઓએ ભાગ લીધો છે. તેમાં સંરક્ષણને લઇને ઉત્પાદન કરતી કંપનીઓ પોતાના હથિયારો અને ટેક્નોલોજીનું પ્રદર્શન કરી રહ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.