લોકસભા ત્રણ તલાક ઉપર ચર્ચા કાનૂન મંત્રી બોલ્યા ૨૦ દેશોમાં કાનૂન છે તો ભારતમાં કેમ નહીં…

ત્રિપલ કલાક બિલ ગુરુવારે એટલે કે આજે લોકસભામાં રજુ કરવામાં આવ્યું છે. કોંગ્રેસે યુપીએના દરેક સભ્યોને આ બિલનો વિરોધ કરવા કહ્યું છે. ચર્ચાની શરૂઆત માં…

ત્રિપલ કલાક બિલ ગુરુવારે એટલે કે આજે લોકસભામાં રજુ કરવામાં આવ્યું છે. કોંગ્રેસે યુપીએના દરેક સભ્યોને આ બિલનો વિરોધ કરવા કહ્યું છે. ચર્ચાની શરૂઆત માં કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યુ, સુપ્રીમ કોર્ટ કહી ચૂક્યું છે કે, ત્રણ તલાક થી મુસ્લિમ મહિલાઓને ન્યાય મળવો જોઈએ. અને જણાવ્યું કે આ ધર્મનો મામલો નથી પરંતુ મહિલા અસ્મિતા વિશે પ્રશ્ન ઉઠ્યો છે. જેનો વિરોધ કરવો ના જોઈએ.

રવિશંકરે કહ્યું કે, આ સરકારે જ ભારત અને દીકરીઓને પાયલોટ બનાવી છે. આજે મહિલાઓ ચંદ્રયાન-૧ મિશન ને પણ લીડ કરી રહી છે. તે સમયે મુસલમાન મહિલાઓના અવાજ દબાયેલા જોવા મળે છે. ત્રણ તલાક બિલ ને રાજકારણના ચશ્માંમાંથી ન જશો. આ મુદ્દો નારીના ન્યાય અને ગરિમાનો છે દુનિયાના 20 ઇસ્લામિક દેશોએ ત્રણ તલાક બિલમાં ફેરફાર કર્યા છે.

કેન્દ્ર સરકારે લોકસભામાં આજે ચર્ચામય ત્રણ કલાક ઉપર ચર્ચા કરી હતી. અન્ય દેશોમાં એક સાથે ત્રણ તલાક આપવાને ગુનો માનવામાં આવે છે. મોદી સરકારના બીજા કાર્યકાળમાં સંસદ ના પહેલા સત્રમાં ૨૧ જૂને સૌથી પહેલું બિલ ત્રિપલ તલાક નું રજૂ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષ પાર્ટીઓ દ્વારા આ બિલ નો આ બીલનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ વોટિંગ કરવામાં આવ્યું હતું.

વિધાનસભામાં અચાનક ત્રણ તલાક દેવા ઉપર ગુનો ગણવામાં આવશે. અને સાથે ગુનેગારને જેલ ની સજા સંભળાવવામાં આવશે. તેવી કાયદાકીય નીતિ ઘડવામાં આવી છે. પોલીસ પણ ગુનેગારને જામીન આપી શકશે નહીં. પીડિત પત્નીઓનો પક્ષ સાંભળીને જ યોગ્ય કારણોસર જામીન આપી શકાય છે. નવા બિલ પ્રમાણે કેસનો ચુકાદો આવે ત્યાં સુધી બાળક માતાના સુરક્ષામાં જ રહેશે. આરોપીએ બાળકનું પણ ભરણપોષણ કરવું પડશે. ત્રિપલ તલાક નો ગુનો ત્યારે જ બનશે જ્યારે પીડિત પત્નીની અથવા તેના પરિવારજનો પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવી હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *