ખેડૂતો માટે મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે.ખેડૂતો માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે શેરડીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલે 5 રુપિયાનો વધારો કરી દીધો છે. જેને લીધે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
કેબિનેટ અને સીસીઈએની બેઠકમાં શેરડીની ફેયર એન્ડ રિમ્યુનરેટિવ પ્રાઈસ(FRP)માં લગભગ 5 રુપિયાના વધારાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. જેને હાલમાં મંજૂરી આપી દેવામાં આવી છે. ફેયર એન્ડ રિમ્યુનરેટિવ પ્રાઈસ(FRP) વધવાથી ખાંડની છૂટક કિંમત અને એથલોનની કિંમત વધારાનો માર્ગ પણ મોકળો થઈ જશે.
શેરડીની FRP માં 5 રુપિયાના વધારાથી ખાંડની છૂટક કિંમત વધી જશે અને તેને સરવાળે ખેડૂતોને ખુબ જ ફાયદો થશે. ગત વર્ષે FRP માં ક્વિન્ટલ દીઠ 10 રુપિયાનો વધારો કરી દેવામાં આવ્યો હતો. હાલમાં શેરડીની FRP ક્વિન્ટલ દીઠ 285 રુપિયા છે. પરંતુ હવેથી શેરડીની કિંમત 285 રુપિયા ક્વિન્ટલ દીઠથી વધીને 290 રુપિયા ક્વિન્ટલ દીઠ ભાવ થઈ જશે.
પંજાબના CM અમરિન્દર સિંહે શેરડી પકવતા ખેડૂતોને ભરોસો આપ્યો છે કે, શેરડીની કિંમત ક્વિન્ટલ દીઠ 360 રુપિયા કરી નાખવામાં આવશે જે પછી ખેડૂતોએ આંદોલન પાછું ખેચ્યું છે અને મુખ્યમંત્રી ખેડૂત નેતાઓ સાથેની મુલાકાત બાદ આ પ્રકારની જાહેરાત કરી હતી.
UPમાં છેલ્લા ત્રણ વર્ષથી શેરડીના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં શેરડીનુ સૌથી મોટું ઉત્પાદક રાજ્ય યુપી છે. UPમાં લગભગ 48 લાખ જેટલા ખેડૂતો શેરડીની ખેતી કરી રહ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.