લોકડાઉન ખુલ્યા બાદ પ્રથમ કેબિનેટ બેઠકમાં મોદી સરકારે ગરીબ મધ્યમ વર્ગ માટે કર્યા આ મોટા નિર્ણયો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને ભારત સરકારની મંત્રીમંડળની બેઠક સોમવાર, તા.1 જૂન, 2020ના રોજ મળી હતી. કેન્દ્ર સરકારે સત્તા સંભાળ્યાના બીજા વર્ષની આ પ્રથમ મંત્રીમંડળની બેઠક હતી. આ બેઠક દરમ્યાન કેટલાક ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા હતા, કે જે ભારતના પરિશ્રમી ખેડૂતો, એમએસએમઈ સેક્ટર અને ગલીઓમાં ફરીને વેચાણ કરતા લારી-ફેરી વાળા માટે પરિવર્તનકારી અસરકારક પૂરવાર થશે.

સૂક્ષમ , લઘુ અને મધ્યમ કદના એકમો કે જેમને એમએસએમઈ તરીકે ઓળખવામાં આવે છે તે ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે. આ એકમો દેશના વિવિધ ભાગોમાં શાંતિપૂર્ણ કામગીરી કરી રહ્યા છે. આશરે 6 કરોડ કરતાં વધુ સૂક્ષમ , લઘુ અને મધ્યમ કદના એકમો ભારતને મજબૂત અને સ્વ-નિર્ભર બનાવવામાં મહત્વની ભૂમિકાનું નિર્માણ કરી રહ્યા છે. કોરોના વાયરસ મહામારી પછીની સ્થિતિમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્ર નિર્માણમાં ઝડપભેર એમએસએમઈ ક્ષેત્રની ભૂમિકાને પારખી છે અને આથી જ આ ક્ષેત્ર માટે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ મહત્વની જાહેરાતો કરવામાં આવી છે.

આ પેકેજ હેઠળ એમએસએમઈ ક્ષેત્ર માટે નોંધપાત્ર ફાળવણી તો કરવામાં આવી જ છે, પણ સાથે સાથે અર્થંતંત્રને પુનઃ જાગૃત કરવાના પગલાં માટે પણ આ ક્ષેત્રને નોંધપાત્ર ફાળવણીઓ કરવામાં આવી છે. કેટલીક મહત્વની જાહેરાતોના અમલીકરણની ઘોષણા અગાઉ કરવામાં આવી ચૂકી છે. આજે ભારત સરકારે આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળ પણ કેટલીક મહત્વની યોજનાઓના અસરકારક અમલીકરણનો રોડ મેપ દર્શાવ્યો હતો, જેમાં નીચેની બાબતોનો સમાવેશ થતો હતો…

એમએસએમઈ ક્ષેત્રની વ્યાખ્યામાં મૂડી રોકાણ અને ટર્ન ઓવર વધે તે રીતે સુધારો કરવામાં આવ્યો છે. બિઝનેસ કરવામાં આસાનીનું આ વધુ એક કદમ છે. આના કારણે એમએસઈ ક્ષેત્રમાં મૂડી રોકાણોને આકર્ષવામાં અને રોજગાર નિર્માણ કરવામાં સહાય થશે.

બોજો અનુભવતા એમએસએમઈ ક્ષેત્રના એકમોને ઈક્વિટીનો સહયોગ પૂરો પાડવા માટે રૂ.20,000 કરોડના પેટા ધિરાણો માટે જોગવાઈ કરતી દરખાસ્તોને અગાઉ ઔપચારિક ધોરણે મંજૂર કરવામાં આવી હતી, જેને આજે કેબિનેટની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી એમએસએમઈ ક્ષેત્રના બોજ અનુભવતા બે લાખ જેટલા એકમોને લાભ થશે.

કેબિનેટે આજે એમએસએમઈ ક્ષેત્ર માટે ઈક્વિટી પૂરી પાડવાની રૂ.50,000 કરોડની દરખાસ્તને પણ મંજૂરી આપી છે. આના કારણે એમએસએમઈ ક્ષેત્રને દેવા- શેર મૂડીના ગુણોત્તર જાળવવામાં અને તેમની ક્ષમતા વધારવામાં સહાય થશે. આનાથી આ ક્ષેત્રના એકમોને શેર બજારોમાં લીસ્ટીંગ કરાવવાની તક પણ પ્રાપ્ત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *