રક્ષાબંધન પહેલા મહિલાઓને મોદી સરકારની મોટી ભેટ- અધધધ… આટલા કરોડની આપશે સહાય 

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વીડિયો કોન્ફરન્સ દ્વારા આજે આત્મનિર્ભર નારી શક્તિ કાર્યક્રમમાં ભાગ લેવામાં આવ્યો છે. આ દરમિયાન તેમણે મહિલા ઉદ્યોગસાહસિકો માટે 1625 કરોડની રકમ જાહેર કરવામાં આવી છે.જાણવા મળ્યું છે કે, પંડિત દીનદયાળ અંત્યોદય યોજના સાથે જોડાયેલી મહિલાઓ સાથે તેમણે વાતચીત કરી અને દેશનો સંબોધન આપવામાં આવ્યું હતું.

PM મોદીએ કહ્યું કે, મહિલાઓ આત્મનિર્ભર ભારતના સંકલ્પમાં ભાગીદાર બને તે માટે આજે મોટી આર્થિક મદદ તેમને આપવામાં આવી છે. ફૂટ પ્રોસેસિંગના ઉદ્યોગ સાથે જોડાયેલી મહિલા, કિસાન ઉત્પાદક સંઘ સાથે જોડાયેલી મહિલાઓ અને સાથે જ દરેક ઉદ્યોગ સાથે જોડાયેલી મહિલાઓને તેમણે 1625 કરોડની સહાય આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

કોરોનાકાળમાં જે રીતે બહેનોએ સહાયતા સમૂહના માધ્યમ દ્વારા દેશવાસિઓની સેવા કરી તે અભૂતપૂર્વ છે તેવું વડાપ્રધાન મોદીએ કહ્યું, સાથે જ તેમણે કહ્યુ કે કોરનાકાળમાં માસ્ક, સેનેટાઈઝર અને જરૂરી ચીજ વસ્તુઓ પહોચાડવામાં મહિલાઓ દ્વારા મહત્વનો ફાળો આપવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ એ એવું પણ કહ્યું હતું કે જ્યારે તેમની સરકાર સત્તામાં આવી ત્યારે કરોડો મહિલાઓ એવી હતી કે જેમની પાસે બેંકમાં ખાંતુ પણ ન હતું. તેઓ બેકિંગ સિસ્ટમ વિશે કશું જાણતી જ ન હતી. જેથી તેમણે જનધન ખાતા ખોલવાનું અભિયાન શરૂ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *