હિન્દી યુવતી સાથે ઓળખાણ છુપાવી મુસ્લિમ યુવાને કર્યા લગ્ન, જાણો પછી…

દેશભરમાં લવ જેહાદનો મુદ્દો ચર્ચામાં છે અને આવા એક પછી એક કિસ્સા બહાર આવી રહ્યા છે. રાજસ્થાનના સીકરમાં પણ લવ જેહાદના એક બનાવથી તનાવ ફેલાયો…

દેશભરમાં લવ જેહાદનો મુદ્દો ચર્ચામાં છે અને આવા એક પછી એક કિસ્સા બહાર આવી રહ્યા છે.

રાજસ્થાનના સીકરમાં પણ લવ જેહાદના એક બનાવથી તનાવ ફેલાયો છે. જેમાં પહેલેથી પરિણિત મુસ્લિમ વ્યક્તિએ પોતાની ઓળખ હિન્દુ તરીકે આપીને હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા હતા અને દહેજ પણ પડાવ્યુ હતુ. હવે તે હિન્દુ મહિલા સાથે ગાયબ થઈ ગયો છે.

આ વ્યક્તિનુ અસલી નામ ઈમરાન ભાટી છે. તેને અગાઉના લગ્નથી ત્રણ બાળકો પણ છે. જોકે તેણે કબીર શર્મા નામ ધારણ કરીને એક હિન્દુ મહિલા સાથે લગ્ન કર્યા હતા.

મહિલાના પિતાએ પોલીસને કહ્યુ હતુ કે, ઈમરાન ઉર્ફે કબીરે પોતે બ્રાહ્ણણ હોવાનુ કહ્યુ હતુ. પોતાનુ ગોત્ર પણ બતાવ્યુ હતુ. જેનાથી મને ખાતરી થઈ ગઈ હતી તેણે લગ્નમાં પોતાના બોગસ પરિવારજનો પણ બોલાવ્યા હતા અને 13 મેના રોજ મારી પુત્રી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેણે મારી પાસે પાંચ લાખ રૂપિયા દહેજ માંગ્યુ હતુ. જેમ તેમ કરીને મેં અઢી લાખ રૂપિયા આપ્યા હતા. જોકે એ પછી તે 17 મેથી લાપત્તા છે. એટલે સુધી કે મારા ઘરમાંથી સોનાના દાગીના પણ ચોરી ગયો હતો.

મહિલાના પિતાનુ કહેવુ છે કે, હવે અમને ખબર પડી છે કે, તે મુસ્લિમ છે અને એક મોટર કંપનીમાં કામ કરે છે. તેના અગાઉ લગ્ન પણ થઈ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *