લખનવમાં એક કેરીનો ખુબ મોટો ઉત્સવ ઉજવામાં આવે છે. જેનું નામ છે “કિંગ ઓફ મેંગો”. આ ઉત્સવમાં ભાત ભાતની કેરીઓ લાવવામાં આવે છે અને તેને એવોર્ડ આપવામાં આવે છે. પરંતુ ગયા વર્ષે આ ઉત્સવમાં “મોદી મેંગો” નામની કેરી આવી હતી. આ ઉત્સવમાં 700થી વધારે જાતની કેરીઓ સામેલ થઇ હતી. અને આ મોદી મેંગો નામની કેરી પણ આમાં સામેલ હતી. “મોદી મેંગો” કેરીનું કુલ વજન 450 ગ્રામ હતું એટલે તેનું નામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાખમાં આવ્યું હતું.
ઉત્તરપ્રદેશના હાજી કલીમુલ્લા (કેરીઓની નવી જાતો ઉગાડવામાં પદ્મશ્રી) એ કલકત્તાની હુશ્ન એ આરા અને લખનૌની દશેરી નું મિશ્રણ કરીને શાનદાર “મોદીમેંગો” બનાવી છે. વર્ષ 1957થી તેઓ કેરીઓ ની નવી જાતો બનાવે છે. મોદી મેંગો ના ફાલ આવી ગયા છે ખુબ રસાળ અને મીઠી આ કેરી તેઓ મોદીજી ને ચખાડવા જવાના છે. “મોદીજીની જેમ ‘મોદી કેરી’એ પણ ઘણી લોકપ્રિયતા મેળવી છે. વડા પ્રધાનની-56 ઇંચની છાતીની જેમ, આ કેરીનું કદ પણ ખૂબ જ વિશેષ છે. તેથી જ તેને’ મોદી કેરી ‘નામ આપવામાં આવ્યું,” તેમ કેરી સમિતિના મહામંત્રી ઉપેન્દ્રકુમાર સિંહે જણાવ્યું હતું.
પીએમ મોદીએ અભિનેતા અક્ષય કુમાર સાથેની એક મુલાકાતમાં કેરી પ્રત્યેના તેમના પ્રેમ વિશે વાત કરી હોવાથી, ઘણા કેરી ઉત્પાદકોએ તેના નામ પરથી આ ફળનું નામ લીધું છે. રાજ્ય સરકાર દ્વારા બાગાયત અને ફૂડ પ્રોસેસીંગ વિભાગ અને ઉત્તર પ્રદેશ ટૂરિઝમ સાથે કેરીનો ઉત્સવ યોજાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news