સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાંક વિડીયો વાયરલ થતાં હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક વિડીયો સામે આવી રહ્યો છે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે કુલ 4 ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી મેચ ગુરુવારથી સિડનીમાં રમાઇ રહી છે. ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ મેચમાં રાષ્ટ્રગીત વખતે ઈમોશનલ થઇ ગયો હતો. તેની આંખોમાંથી આંસુ આવવા લાગ્યા હતાં. આ વીડિયો ખુદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા શેર કરવામાં આવ્યો છે.
ટોસ જીત્યા પછી ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. સિરાજે ઓસ્ટ્રેલિયાને પહેલો ઝટકો આપ્યો હતો. તેણે ઓપનર ડેવિડ વોર્નરને 5 રને પેવેલિયનમાં મોકલી દીધો હતો. સિરાજે ગઈ મેચમાં મેલબોર્નમાં ડેબ્યુ કર્યું હતું. આ તેની બીજી ટેસ્ટ મેચ છે. ડેબ્યુ ટેસ્ટમાં તેણે કુલ 5 વિકેટ ઝડપી લીધી હતી.
સિરાજ પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ નહોતો થઇ શક્યો :
ઓસ્ટ્રેલિયામાં ક્વોરન્ટીન પિરિયડને લીધે સિરાજ પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થઇ શક્યો ન હતો. ફાસ્ટ બોલર સિરાજ IPL રમ્યાં પછી ટીમની સાથે UAEથી ઓસ્ટ્રેલિયા જવા માટે રવાના થયો હતો. આ દરમિયાન તેના પિતા મોહમ્મદ ઘોસનું હૈદરાબાદમાં અવસાન થયું હતું. તેઓ ખુબ લાંબા સમયથી ફેફસાની બીમારીનો સામનો કરી રહ્યો હતા. સિરાજના પિતાએ રિક્ષા ચલાવીને મોહમ્મદ સિરાજને ક્રિકેટર બનાવ્યો છે.
પિતાએ રિક્ષા ચલાવીને મારું સપનું પુર્ણ કર્યું :
હૈદરાબાદની નાનકડા વિસ્તાર ટોલી ચૌકીથી આવતા સિરાજે જણાવ્યું હતું કે, હું જાણું છું કે પિતાએ મારું સપનું પૂર્ણ કરવા માટે ખુબ મહેનત કરી છે. તેઓ રિક્ષા ચલાવી રહ્યાં હતા. તેમના ઈંતકાલના સમાચાર મારા માટે ઝટકા સમાન છે. મેં મારા જીવનનો સૌથી મોટો સપોર્ટ ગુમાવ્યો હતો.
IPLમાં સિરાજે 35 મેચમાં કુલ 39 વિકેટ લીધી :
સિરાજે વર્ષ 2016-’17 ના રણજી સીઝનમાં 41 વિકેટ લીધી હતી. ત્યારપછી તેને IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદે કુલ 2.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સિરાજે લીગમાં કુલ 35 મેચ રમી હતી કે, જેમાં તેણે કુલ 39 વિકેટ લીધી છે. તેણે ટીમ ઈન્ડિયા માટે કુલ 3 T-20માં કુલ 3 વિકેટ લીધી છે. સિરાજે એક વન ડે મેચ પણ રમી છે. જો કે, તેમાં તેને એક પણ વિકેટ મળી ન હતી.
✊ #AUSvIND pic.twitter.com/4NK95mVYLN
— cricket.com.au (@cricketcomau) January 6, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle