નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા બેંકોની કંગાળ સિથતિ માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા પછી ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે મહારાષ્ટ્રની ચૂંટણી રેલીમાં મુંબઈમાં ગુરૂવારે વળતો જવાબ આપ્યો છે. મનમોહન સિંહે કહ્યું કે વર્તમાન સરકાર પર દેશની કંગાળ આિર્થક સિૃથતિ માટે યુપીએ પર દોષનો ટોપલો ઢોળવાનું ઝનૂન સવાર છે.
પરંતુ તે આર્થિક સમસ્યાઓનું સમાધાન શોધવામાં નિષ્ફળ ગઈ છે. દેશમાં છેલ્લા પાંચ વર્ષથી તમારી જ સરકાર છે અને પ્રત્યેક આિર્થક સમસ્યાઓના યોગ્ય ઉકેલ માટે લગભગ સાડા પાંચ વર્ષનો સમય પૂરતો છે.
ભૂતપૂર્વ વડાપ્રધાને જણાવ્યું કે આિર્થક મંદી, સરકારની ઉદાસીનતાથી ભારતીયોના ભવિષ્ય અને આકાંક્ષાઓ પર અસર પડી રહી છે. ફુગાવો નીચો રાખવામાં ખેડૂતો પર સંકટ, સરકારની આયાત-નિકાસ નીતિથી પણ આિર્થક સમસ્યાઓ ઊભી થઈ રહી છે. તેમણે મહારાષ્ટ્રમાં પણ ઔદ્યોગિક સિૃથતિ ઘણી નબળી હોવાનો અને અનેક એકમો બંધ થઈ રહ્યા હોવાનો દાવો કર્યો હતો.
ભાજપ સરકારને માત્ર યુપીએ પર દોષનો ટોપલો ઢોળવામાં જ રસ છે અને તે સમસ્યાઓનું સમાધાન શોધવામાં નિષ્ફલ ગઈ છે. નાણામંત્રી નિર્મલા સીતારામને દેશમાં જાહેર ક્ષેત્રની બેન્કોની કંગાળ સિૃથતિના મુદ્દે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજનને જવાબદાર ઠેરવ્યા હતા.
તેમણે કોલંબિયા યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ એન્ડ પબ્લિક અફેરસમાં એક સેમિનારમાં કહ્યું હતું કે સરકારી બેન્કો માટે ‘સૌથી ખરાબ સમય’ મનમોહન સિંહ અને રઘુરામરાજનના કાર્યકાળનો હતો..
સીતારામનની ટીકાઓનો જવાબ આપતાં મનમોહન સિંહે જણાવ્યું કે કોંગ્રેસના રાજમાં જે કંઈ થયું તે થયું, કેટલીક ‘ભૂલો’ થઈ હતી, પરંતુ યુપીએની ભૂલોમાંથી એનડીએ સરકારે બોધપાઠ શીખીને સમસ્યાનો ‘વિશ્વસનીય ઉકેલ’ પૂરી પાડવાની જરૂર છે. તમે વર્ષો વર્ષ માત્ર યુપીએ સરકાર પર દોષનો ટોપલો ઢોળી શકો નહીં.
તમે છેલ્લા સાડા પાંચ વર્ષથી સત્તા પર છો અને આૃર્થતંત્રને સારી સિૃથતિમાં લાવવા માટે આટલો સમય પૂરતો છે. તમે માત્ર યુપીએને જવાબદાર ઠેરવીને દેશની સમસ્યાઓનો ઉકેલ લાવી શકો નહીં.
તેમણે જણાવ્યું કે ભારતને 5 ટ્રિલિયન ડોલરનું આૃર્થતંત્ર બનાવવા માટે 10થી 12 ટકાના ગ્રોથ રેટની જરૂર છે, પરંતુ ભાજપના શાસનકાળમાં વૃદ્ધિદર વર્ષોવર્ષ ઘટી રહ્યો છે. દર વર્ષે ઘટી રહેલા વિકાસદરને કારણે ભારતને 2024 સુધીમાં પાંચ ટ્રિલિયન ડોલરનું આૃર્થતંત્ર બનાવવાનો લક્ષ્ય હાંસલ થઈ શકશે નહીં.
દરમિયાનમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના દેશની આર્થિક સ્થિતિ માટે વડાપ્રધાન મોદી પર પ્રહારો બાદ કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે કહ્યું કે મનમોહનસિંહ એક ભ્રષ્ટ સરકાર ચલાવતા હતા.
રાજકીય અદાવત રાખી સરકારી એજન્સીઓનો દુરૂપયોગ બંધ થાય
ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે તેમના કેબિનેટ સાથીઓ પી. ચિદમ્બરમ, એનસીપી પ્રમુખ શરદ પવાર અને એનસીપીના અગ્રણી નેતા પ્રફૂલ પટેલ સામે ઈડી, સીબીઆઈની કાર્યવાહી બદલ મોદી સરકારની ટીકા કરતાં મોદી સરકારને રાજકીય અદાવત રાખીને સરકારી એજન્સીઓનો દૂરૂપયોગ કરવા સામે ચેતવણી આપી હતી. તેમણે આ ટીપ્પણી એવા સમયે કરી છે જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ તિહાર જેલમાંથી ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમની ધરપકડ કરી છે. ઉપરાંત ઈડીએ એનસીપી પ્રમુખ શરદ પવાર અને વરિષ્ઠ નેતા પ્રફુલ પટેલને પણ સાણસામાં લીધા છે.
કોંગ્રેસ વીર સાવરકરની વિરોધી નથી તેમની વિચારધારાની વિરોધી છે : મનમોહન
મહારાષ્ટ્રમાં કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર કરવા આવેલા ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે વીર સાવરકર, એનઆરસી, દેશની કંગાળ આર્થિક સ્થિતિ જેવા મુદ્દાઓ પર ભાજપ સરકારને ઘેરવા જતાં ભાંગરો વાટયો હતો અને કોંગ્રેસને જ બચાવની સ્થિતિમાં લાવી દીધી હતી. મહારાષ્ટ્ર ભાજપે વીર સાવરકર માટે ભારત રત્નની માગણી કરી છે ત્યારે કોંગ્રેસે ભાજપની ટીકા કરી છે. તે અંગે ખુલાસો કરતા મનમોહનસિંહે ગુરૂવારે કહ્યું કે ઈન્દિરા ગાંધીએ વીર સાવરકરને ભારત માતાના પુત્ર અને સ્વાતંત્ર્ય સેનાની ગણાવ્યા હતા અને તેમની યાદમાં પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડી હતી. જોકે, તેમણે પાછળથી કહ્યું કે તેઓ સાવરકરની હિન્દુત્વની વિચારધારાને ટેકો નથી આપતા. દેશની આર્થિક સ્થિતિ મુદ્દે તેમણે કબૂલ્યું કે તેમની સરકારે કેટલીક ‘ભૂલો’ કરી હતી. એનઆરસી મુદ્દે મનમોહનસિંહે કહ્યું કે તેઓ એનઆરસીના વિરોધી નથી, પરંતુ એનઆરસી મુદ્દે આપણો કાયદો મુસ્લિમો સાથે ભેદભાવ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.