સુરતમાં ધોરણ 10માં ભણતી પંદર વર્ષીય કિશોરીનો આપઘાત- આત્મહત્યા પહેલા માતાને જે કહ્યું હતું તે જાણીને રૂવાડા ઉભા થઇ જશે

સુરત(Surat): શહેરના પાંડેસરા(Pandesara) વિસ્તારમાં ટ્યુશનેથી ઘરે આવેલી કિશોરી ઘરમાં ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવતા પરિવારના પગ તળે જમી સરકી ગઈ હતી. દીકરીના મોતથી આંખો…

સુરત(Surat): શહેરના પાંડેસરા(Pandesara) વિસ્તારમાં ટ્યુશનેથી ઘરે આવેલી કિશોરી ઘરમાં ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવતા પરિવારના પગ તળે જમી સરકી ગઈ હતી. દીકરીના મોતથી આંખો પરિવાર હિબકે ચડ્યો હતો અને સમગ્ર પરિવારના શોકની લાગણી છવાઈ ગઈ હતી.

મમ્મી એક વાત કહું તુ મને મારતી નહિ હું એક છોકરા સાથે વાત કરું છું. હવે છોકરો અને એની માતા મને લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યા છે. તેવું કહીને ટ્યુશનેથી ઘરે આવેલી કિશોરી ઘરમાં ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. દીકરીના પિતાએ જણાવતા કહ્યું હતું કે, મને ખબર પડ્યા પછી માત્ર અભ્યાસ પર ધ્યાન આપવા જ કહ્યું હતું. મારી દીકરી મધુ ધોરણ-10ની પરીક્ષાની તૈયારી કરી રહી હતી. આજે સવારે પણ લગ્ન માટે દબાણ કરતો યુવક મારા ઘર બહાર બાઇક પર આંટા ફેરા મારી બાઈકનો હોર્ન વગાડતો જોવા મળ્યો હતો.

પીડિત પિતા અજય પાંડેએ કહ્યું હતું કે, મારે ચાર સંતાનો છે જે પૈકી બે દીકરા અને બે દીકરીઓમાં મધુ (ઉ.વ. 15) સૌથી મોટી દીકરી હતી. મધુ ધોરણ-10ની પરીક્ષાની તૈયારી કરી રહી હતી. રવિવારના રોજ બપોરે ઘરમાંથી ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવતા સિવિલ ખસેડવામાં આવી હતી. જ્યાં મોડી સાંજે મધુનું મૃત્યુ થયું હતું. મારી દીકરી મધુ મહોલ્લાના એક હેર સલૂનમાં કામ કરી રહેલા યુવક સાથે વાત કરતી હતી. જોકે યુવક અને એની માતા લગ્ન માટે દબાણ કરતા માનસિક તણાવમાં આવેલી મધુએ તમામ સત્ય હકીકત માતાને કહી દીધી હતી. શનિવારના રોજ રાત્રે પત્નીએ આ વાત મને કહેતા મેં મધુને અભ્યાસ પર ધ્યાન આપવાનું કહ્યું હતું અને મે પ્રેમથી તેને સમજાવી હતી.

રવિવારના રોજ સવારે 8 વાગે ટ્યુશન જવા માટે નીકળેલી મધુ ઘરે આવ્યા પછી થોડીવારમાં ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવતા તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ઉત્તરપ્રદેશના રહેવાસી સંજય પાંડેએ જણાવતા કહ્યું હતું કે, તેઓ મીલમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. દીકરીના મોતને લઈ આઘાતમાં સરી પડ્યા હોવા છતાં આજે સવારે બદમાશ યુવક ઘર નજીક આંટા-ફેરા મારી બાઈકના હોર્ન વગાડતો દેખાયો હતો. બસ અમને ન્યાય અપાવે એ જ અમારી પોલીસને વિનંતી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *