મની હાઈસ્ટની અભિનેત્રીને લાગ્યો ભક્તિનો રંગ! આ ફોટો જોઈને લોકોએ કહ્યું…

ભારતીય સંસ્કૃતિની દુનિયા આખી દીવાની છે અને હિન્દુ(Hindu) દેવી-દેવતાઓના ભક્તો આખી દુનિયામાં જોવા મળે છે. નેટફ્લિક્સ(Netflix)ના લોકપ્રિય શો મની હાઈસ્ટ(Money Heist) અભિનેત્રી એસ્થર એસેબો(Esther Asebo)ના…

ભારતીય સંસ્કૃતિની દુનિયા આખી દીવાની છે અને હિન્દુ(Hindu) દેવી-દેવતાઓના ભક્તો આખી દુનિયામાં જોવા મળે છે. નેટફ્લિક્સ(Netflix)ના લોકપ્રિય શો મની હાઈસ્ટ(Money Heist) અભિનેત્રી એસ્થર એસેબો(Esther Asebo)ના ઘરે ભગવાન ગણેશની પેઇન્ટિંગ(Ganesh painting) જોવા મળી છે. હાલમાં આ ફોટો સોશિયલ મીડિયા(Social media) પર ધડાધડ વાયરલ થઇ રહ્યો છે. એસ્ટરના ઘરની દિવાલ પર ભગવાન ગણેશની તસવીર જોઈને ભારતીયો ગર્વ અનુભવી રહ્યા છે. આ ફોટો જોઈને ભારતના લોકો ખૂબ જ ખુશ છે.

મની હાઈસ્ટ અભિનેત્રી ભગવાન ગણેશની ભક્ત!
એસ્થર એસેબોએ મની હાઈસ્ટ મોનિકાની ભૂમિકા ભજવી હતી. આ ફોટોમાં તે પોતાના માટે ચા કે કોફી બનાવી રહી હતી ત્યારે તેની વોલ પર ભગવાન ગણેશનો ફોટો જોવા મળ્યો હતો. આ ફોટો સામે આવ્યા બાદ લોકો કહી રહ્યા છે કે આ ભારતીયો માટે ગર્વની ક્ષણ છે. આ ફોટો સામે આવ્યા બાદ લોકો કહી રહ્યા છે કે એસ્થર એસેબો ભગવાન ગણેશના ભક્ત છે. તમને જણાવી દઈએ કે નેટફ્લિક્સના શો મની હાઈસ્ટમાં મોનિકાનું પાત્ર ભજવ્યા બાદ એસ્થરને દુનિયાભરમાં ઘણી લોકપ્રિયતા મળી છે. લોકોએ તેના પાત્રને ખૂબ પસંદ કર્યું છે.

વિશ્વભરમાં મની હાઈસ્ટના ચાહકો:
તમને જણાવી દઈએ કે, મની હાઈસ્ટ એક સ્પેનિશ શો છે, જેને આખી દુનિયામાં ઘણી લોકપ્રિયતા મળી છે. ભારતમાં પણ આ શોને જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે. શોની છેલ્લી સીઝન બે ભાગમાં રિલીઝ કરવામાં આવી છે. ચાહકો મની હાઈસ્ટની દરેક સીઝનની આતુરતાથી રાહ જોતા હતા. એટલા માટે આ શોની છેલ્લી સીઝન પછી ચાહકો ખૂબ જ નિરાશ થયા છે. મની હાઈસ્ટની હિન્દી રિમેકની જાહેરાત ગયા વર્ષે જ કરવામાં આવી છે. તેનું નામ થ્રી મંકી છે. જેમાં બોલિવૂડ એક્ટર અર્જુન રામપાલ પ્રોફેસરની ભૂમિકા ભજવશે. અબ્બાસ મસ્તાન 3 મંકી ડિરેક્ટ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *