પંજાબ સરકારના ઉચ્ચ અધિકારીનો ઓફીશીયલ પત્ર થયો લીક- PM મોદીની સુરક્ષામાં જાણી જોઇને રાખવામાં આવી હતી ખામી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ક્ષતિ તંત્રની નિષ્ફળતા હતી કે મોટા ષડયંત્રનો ભાગ? આ અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે અને લોકો તેના જવાબની રાહ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ક્ષતિ તંત્રની નિષ્ફળતા હતી કે મોટા ષડયંત્રનો ભાગ? આ અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે અને લોકો તેના જવાબની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન પંજાબના એડીજીપીના પત્રથી એક મોટો ખુલાસો થયો છે અને પંજાબ સરકારના દાવાઓ સામે આવ્યા છે.

એડીજીપીના પત્રથી મોટો ખુલાસો
એડીજીપીના પત્ર મુજબ પંજાબ સરકાર ખેડૂતોના પ્રદર્શનની પહેલાથી જ વાકેફ હતી. એડીજીપીએ પંજાબ પોલીસને લખેલા પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, 5મીએ વરસાદની આગાહી સાથે ખેડૂતોની ધરણા છે, તેથી વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે.

પંજાબ સરકારના દાવાની ખુલી પોલ
એટલે કે પંજાબના એડીજીપી ‘લો એન્ડ ઓર્ડર’ના પત્રથી પંજાબ સરકારના દાવાઓનો પર્દાફાશ થયો હોવાનું સ્પષ્ટ થયું છે. જણાવી દઈએ કે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ દાવો કર્યો હતો કે, પીએમ મોદી રોડ માર્ગે ફિરોઝપુર જઈ રહ્યા છે તેની તેમને કોઈ માહિતી નથી. સીએમ ચન્નીએ કહ્યું હતું કે, પીએમ મોદીની સુરક્ષામાં કોઈ ખામી રહી નથી.

રાષ્ટ્રપતિ કોવિંદે સુરક્ષામાં ભંગ પર ચિંતા વ્યક્ત કરી હતી
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબ મુલાકાત દરમિયાન સુરક્ષામાં ખામી હોવાના મામલે ચિંતા વ્યક્ત કરી છે. આ પછી પીએમ નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિને મળવા તેમના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યા હતા.

સુપ્રીમ કોર્ટ આવતીકાલે કરી શકે છે સુનાવણી 
પીએમ મોદીની સુરક્ષામાં ખામીનો મામલો સતત વધી રહ્યો છે અને હવે તે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. પંજાબમાં પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ખામી હોવાનો મામલો ચીફ જસ્ટિસ એનવી રમનાની બેંચ સમક્ષ ઉઠાવવામાં આવ્યો છે. આ મામલે આવતીકાલે (7 જાન્યુઆરી) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ શકે છે.

પંજાબ સરકારે તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી
પંજાબ સરકારે પીએમ મોદીની ફિરોઝપુર મુલાકાત દરમિયાન થયેલી ભૂલોની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. આ સમિતિમાં નિવૃત્ત ન્યાયાધીશ મહેતાબ સિંહ ગિલ, મુખ્ય સચિવ (હોમ અફેર્સ) અને જસ્ટિસ અનુરાગ વર્માનો સમાવેશ થશે. કમિટી 3 દિવસમાં પોતાનો અહેવાલ રજૂ કરશે.

ભાજપે પંજાબના રાજ્યપાલ સમક્ષ ઉઠાવ્યો હતો મુદ્દો  
ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓ ગુરુવારે પંજાબના રાજ્યપાલને મળ્યા હતા અને PM નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ખામીઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. પંજાબ ભાજપના નેતાઓ રાજ્યપાલને મળ્યા અને ગૃહમંત્રી અને ડીજીપીને બરતરફ કરવાની માંગ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *