કોરોના મહામારીએ આપણને ઘણુ શીખવી દીધુ છે. ખાસ કરીને તો ભવિષ્યની યોજનાઓ પર કેવી રીતે કામ કરવુ ? તે આ સમયે શીખવી દીધુ. આપણે સૌ કોઇ કેવી રીતે કમાણી કરવી? તે સારી રીતે જાણીએ છીએ પણ હજુ સુધી આપણામાંથી ઘણા લોકો એવા છે કે, જેમને ક્યાં રોકાણ કરવુ એની સમજ હોતી નથી.
રોકાણની વાત હાલનાં સમયમાં કરવી થોડી અજીબ લાગે. કારણ કે, એક તરફ કોરોનાએ તમામ ક્ષેત્ર પર અસર કરી છે. કોઇને નોકરી ગુમાવવી પડી છે તો કોઇને પગાર કપાયો છો. આવકમાં ઘટાડો થયો છે. આવા સમયમાં આપણી ખરી મહેનતના પૈસા યોગ્ય રીતે રોકાણ કરીએ તો આપણી આર્થિક પરિસ્થિતિ એવી રહેતી હોય છે કે, આપણે ક્યારેય કોઇની પાસે હાથ લંબાવવાનો સમય આવતો નથી.
જેટલો ઝડપથી મનમાં ગાંઠ વાળશો કે, બસ બહુ થયુ હવે રોકાણ કરવુ જ છે તો જરૂર તમને ફાયદો થશે. બેન્ક ખાતામાં સેવિંગ કરવાથી કોઇ ફાયદો ન થાય તો તમે રોકાણ કરવાં માટે વિકલ્પો અપનાવવા પડશે. થોડુ રિસર્ચ કરશો તો જ તમને ફાયદો થશે. કોઇ પણ પ્રકારનું દેવુ કરતા પહેલા ચુકવો.
રોકાણ ત્યારે જ થાય કે, જ્યારે તમારી પાસે પુરતી રકમ હોય. માથા પર દેવુ હોય તો તમે રોકાણ કરી શકો નહીં. જો તમે કોઇ લોન લીધેલ છે તો પહેલા એની ચુકવણી કરો. ત્યારપછી જ કોઇ રોકાણ પર ધ્યાન આપવું. રોકાણ કરતા રહો ભલે નાની રકમથી શરૂ કરો.
આપણે હંમેશા સાંભળતાં હોઈએ છીએ કે, ખર્ચાઓ એટલા છે કે રોકાણ કેમ કરી શકાય? તમે 100 રૂપિયાથી લઇને 500 રૂપિયા સુધી SIPથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. જો તમને શેર બજારની જાણ હોય તો તમે એમાં પણ રોકાણ કરી શકો છો. સતત માહિતી એકત્ર કરતા રહો. કોઇની વાતમાં આવ્યા વિના રોકાણ કરતા પહેલા બારીકાઇથી વિચારીને પછી જ નિર્ણય લેવો જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle