દારૂની દુકાનમાં ઘુસી વાંદરાએ પી લીધો દારુ, પછી તો એવા હાલ થયા કે… -જુઓ વિડીયો

‘વાંદરા શું જાણે આદુનો સ્વાદ’ આ કહેવત મોટાભાગના લોકોએ સાંભળી હશે, પરંતુ કોઈએ એક વાંદરાને દારૂની દુકાનમાં બેસીને બોટલમાંથી પીતા કોઈએ નહીં જોયો હોય. વાંદરો દારૂની દુકાનની અંદર બેઠો છે અને બોટલમાંથી દારૂ પીતો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે. આ વિડિઓ જોયા પછી નેટીઝન્સ ખૂબ જ આશ્ચર્યચકિત થયા. લોકો માનતા નથી કે વાંદરો પણ આવું કરી શકે છે.

અહેવાલ મુજબ, આ ઘટના મધ્યપ્રદેશના માંડલા જિલ્લાની છે. વીડિયોમાં એક વાંદરો પહેલા દારૂની દુકાનમાં પ્રવેશ કરે છે અને દારૂની બોટલ પકડે છે. તેના મોંથી બોટલની કેપને ખોલે છે અને પછી ધીમે ધીમે પીવાનું શરૂ કરે છે. આ દરમિયાન દુકાનદાર વાંદરાની હાજરીથી આશ્ચર્યચકિત થાય છે અને તેને બિસ્કિટ પણ આપે છે.

જો કે વાંદરો દારૂ પીવામાં એટલો વ્યસ્ત હતો કે, તેણે ખાદ્ય ચીજોની અવગણના કરે છે. માણસોની જેમ વાંદરાએ પણ ત્યાં હાજર લોકોને મનોરંજન માટે બોટલ પકડી અને દારૂ પીધો. આ વિચિત્ર ઘટનાને જોઇને ઘણા લોકો દુકાનની નજીક એકઠા થયા અને તેમના મોબાઇલ ફોનમાં વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કર્યું.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વાંદરા થોડા દિવસો પહેલા દારૂની દુકાન નજીક જમીન પર પડેલી જૂની દારૂની બોટલોમાંથી થોડા ટીપાં પીતા જોયો હતો. ઘણાએ લોકોએ કહ્યું કે, વાંદરાને તેનો સ્વાદ ગમ્યો જ હશે, તેથી તે વધુ પીવા પાછો આવ્યો છે. દુકાનના કર્મચારીઓએ જણાવ્યું કે, તેઓએ આગલી વખતે વાંદરાને ભગાડવાની તૈયારી કરી લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *