લો કરો વાત: વાંદરાને થઈ ઉંમર કેદની સજા જાણો શું હતો ગુનો

દેશની અદાલતોમાં અપરાધીઓને આજીવન જેલની સજા મળવી તો ઘણી વખત સાંભળી હશે. પરંતુ કોઈ વાંદરાને આજીવન જેલની સજા મળી હોય તેવું કદાચ તમે નહીં સાંભળ્યું હોય. જી હા હેરાન કરી દે એવો કિસ્સો કાનપુરમાંથી સામે આવ્યો છે. જ્યાં એક કાલીયા નામના વાંદરાને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.

કાનપુરના પ્રાણીસંગ્રહાલય પ્રશાસન નું કહેવું છે કે ત્રણ વર્ષમાં તે પોતાના બટકા ભરવાના સ્વભાવને ન બદલવાને કારણે હવે વાંદરા ને આજીવન રહેવું પડશે. તેમજ બીજી બાજુ મહિલાઓ સાથે ખાસ દુશ્મની રાખનારા કાલીયા વાંદરાને ઉંમર કેદની સજા સાંભળતા જ મહિલાઓ ખૂબ ખુશ છે.

કાનપુર પ્રાણીસંગ્રહાલય પ્રશાસન કહેવું છે કે ત્રણ વર્ષથી ઓછા સમયમાં અમે તેમને બટાક ભરવાના સ્વભાવને બદલવાની કોશિશ કરી પરંતુ તે બદલાયો નહીં. કાનપુરના પ્રાણીસંગ્રહાલયના ચિકિત્સા અધિકારી મોહમ્મદનાનું કહેવું છે કે તેનો વ્યવહાર ત્રણ વર્ષે પણ ન બદલાયો. જો વાંદરાને ખુલ્લો મૂકી દેવામાં આવે તો જે જગ્યાએ જશે ત્યાં ઓછામાં ઓછા ૨૫ લોકો ને બચકા ભરવાનું શરૂ કરી દેશે. આ વાંદરાનો સ્વભાવ વિચિત્ર છે એટલા માટે તેને ઉંમર કેદની સજા સંભળાવવામાં આવી છે. હવે તેનું જીવન પાંજરામાં જ પસાર થશે.

પ્રાણી સંગ્રહાલયમાં ગયેલી અને વાંદરા નો શિકાર બનેલી પદ્મા સિંહનું કહેવું છે કે એકવાર અમે જ્યારે પ્રાણીસંગ્રહાલય ગયા હતા અને ખાવાનું આપવાનો પ્રયત્ન કર્યો તો તે બટકું ભરવા માટે દોડયો. આ વાત ખૂબ સારી છે કે તેને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. હવે તે બહાર નહીં આવે અને કોઈને નુકસાન નહીં પહોચાડે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *