કામમાં એક્કો છે આ વાનર: વાંદરો સાફ સફાઈ થી લઈ ઘરના દરેક કામમાં કરી રહ્યો છે, જુઓ વિડીયો

Monkey Viral Video: તમે ઘરના કામ કરતા પાલતુ પ્રાણીઓના ઘણા વીડિયો જોયા હશે, પરંતુ આવો વીડિયો તમે ક્યારેય નહીં જોયો હોય. ઉત્તર પ્રદેશના રાયબરેલીની આ રાણી બંદારિયાનો વીડિયો અન્ય તમામ કરતા અલગ છે. આ માત્ર એક પ્રાણી નથી, પરંતુ એક બુદ્ધિશાળી (Monkey Viral Video) પ્રાણી છે, જે માણસોની જેમ ઘરના તમામ કામ કરે છે. રોટલી બનાવવાથી માંડીને વાસણો ધોવા અને મસાલા પીસવા સુધીના કામ રાની નામની આ માદા વાનર કરી રહી છે. જેનો વીડિયો પણ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

માદા વાનર કરી રહી છે બધું કામ
આ વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે, રાનીને વાસણો ધોવા અને રસોઈ બનાવવી ગમે છે. તે મનુષ્યની જેમ દરેક પ્રવૃત્તિ કરે છે. આ સાથે લખ્યું છે કે, માલિક આકાશ અને રાનીની મિત્રતાની ચર્ચાનો વિષય બની રહ્યો છે. રાયબરેલીના ખાગીપુર સાંડવાની રાનીનો વીડિયો વાયરલ થયો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, એક મહિલા રસોઇ બનાવી રહી છે, જ્યારે તેની સાથે બેઠેલી માદા વાનર (રાની) રોટલી બનાવી રહી છે. આ સાથે તે વાસણો પણ ધોઈ રહી છે. આટલું જ નહીં આ રાનીને મસાલો પીસવો પણ ખૂબ પસંદ છે.

લોકોએ કરી કમેન્ટ
યુપીના રાયબરેલીનો આ વીડિયો એક્સ હેન્ડલ પર અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયોને ઓછા સમયમાં 62 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. તે જ સમયે, ઘણા યૂઝર્સ તરફથી પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. એક યુઝર લખે છે કે, “બસ મોબાઈલનો ઉપયોગ કરવાનું શીખાડી દો”. અન્ય એક યુઝરે લખ્યું, “વાંદરા પણ માણસોના પૂર્વજો છે, તેથી તેઓ જાણે છે કે, કેવી રીતે કામ કરવું, તેમાં કોઈ શંકા નથી, આધુનિક સમાજમાં પણ, વાંદરાઓ મનુષ્યની મદદ કરતા આવ્યા છે અને કરી પણ રહ્યા છે”.

રાની આખા ગામની લાડકી
રાની આખા ગામની લાડકી છે. દરેક લોકો રાનીને એટલો પ્રેમ કરે છે કે તે જેના ઘરે પહોંચે છે, ત્યાં જ તેની સૂવાની વ્યવસ્થા થઈ જાય છે. અશોકના કહેવા પ્રમાણે, અત્યાર સુધી તેણે યુટ્યુબ દ્વારા રાનીના વીડિયોથી 15 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી છે. તે કહે છે કે આજે ઘરમાં જે પણ છે તે રાનીના કારણે છે. રાની તેની માતા સાથે ખૂબ જ પ્રેમથી રહેતી. અશોકની માતાના અવસાન બાદ રાની હવે તેની ભાભી સાથે રહે છે.