ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદના કારણે નદી નાળા છલકાઈ ઉઠ્યા છે ત્યારે સૌરાષ્ટમાં છેલ્લા 5 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે રાજ્યમાં વરસાદનું જોર વધતા NDRFની ટીમને તૈનાત કરવામાં આવી છે. રાજ્યમાં 13 જેટલી ટીમને વિવિધ જિલ્લાોમાં તૈનાત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે NDRFની બે ટીમને ગાંધીનગર અને વડોદરા રિઝર્વ રખાઈ છે.
NDRFની 13 ટીમને તૈનાત કરવામાં આવી
હાલમાં ગુજરાત રાજ્યમાં ભારે વરસાદના કારણે NDRF ની 13 ટીમો રાજ્યનાં અલગ અલગ સ્થળો પર તૈનાત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે 14 એનડીઆરએફની ટીમોને અલગ અલગ જિલ્લામાં સ્ટેન્ડ ટુ કરાઈ છે. ગુજરાતમાં 21 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, વલસાડ, નવસારી જિલ્લાઓમાં એનડીઆરએફની ટુકડી તૈનાત કરાઈ છે. સાથે જ વડોદરા હેડ ક્વાર્ટર પર પણ એક ટીમ તૈનાત રહેશે.
ગુજરાત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં 232 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ જાંબુઘોડામાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો ડેડિયાપાડામાં સવા 7 ઇંચ, માંડવીમાં 6.6 ઇંચ, સોનગઢમાં 6.5 ઇંચ, પારડીમાં 6.5 ઇંચ, ગણદેવીમાં 6 ઇંચ, વ્યારામાં 5.5 ઇંચ, વાલોદમાં સવા 5 ઇંચ, અંકલેશ્વરમાં સવા 5 ઇંચ, વાંસદામાં 5 ઇંચ, ચીખલીમાં 5 ઇંચ, સિદ્ધપુરમાં પોણા 5 ઇંચ અને વઘઈમાં પણ પોણા 5 ઇંચ વરસાદ વરસ્યો છે.
જ્યારે ખેરગામમાં 4.5 ઈંચ, હાંસોટમાં 4.5 ઈંચ, પાવી જેતપુરમાં 4.5 ઈંચ, નેત્રંગમાં 4.5 ઈંચ, વિજાપુરમાં 4 ઈંચ, બારડોલીમાં 4 ઈંચ, ઈડરમાં 4 ઈંચ, ડોલવણમાં 4 ઈંચ, નાંદોદમાં 4 ઈંચ, કપરાડામાં 4 ઈંચ, ભાણવડમાં 4 ઈંચ, મહુવામાં 4 ઈંચ, ઉમરપાડામાં 4 ઈંચ, વલસાડમાં 4 ઈંચ, ધરમપુરમાં 4 ઈંચ, ઉમરગામમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP