દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી. આજથી 3 દિવસ રાજયમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, રાજ્યમાં લો પ્રેશર અને સાકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થયું છે. જેને કારણે હવામાન વિભાગની આગામી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સુરતમાં આવેલા ખાડી પૂરના પાણી ત્રીજા દિવસે ઉતારવાનું શરુ થયું છે પણ ફરી વાર વરસાદની આગાહી થતા આ વિસ્તારના લોકોની ચિંતામાં વધારો થયો છે. લોકોને હોડી મારફત ફૂડ પેકેટ્સ પહોંચાડાયાં હતાં.
ઉકાઇ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે શુક્રવારે ડેમના દરવાજા ખોલીને 50,000 કયુસેક પાણી છોડવાની શરૂઆત કરી હતી. પરંતુ ત્યારબાદ સતત વરસાદ વરસતા ડેમમાંથી પાણી છોડવાનું તબક્કાવાર વધારી દેવાયું હતું. શુક્રવાર અને શનિવાર બે દિવસ કેચમેન્ટમાં વરસાદ નોંધાયા બાદ રવિવારે દિવસના ફકત ૪૬ મિ.મિ જ કુલ વરસાદ નોંધાયો છે. સાથે જ હથનુર ડેમમાંથી શનિવારે 91,000 કયુસેક પાણી છોડાયું હતું, તેમાં રવિવારે ઘટાડો કરીને 60,000 કયુસેક કરાયું છે.
આમ ઉકાઇ ડેમના કેચમેન્ટમાં વરસાદ સાવ ધીમો થઇ ગયો છતા ઉકાઇ ડેમથી પ્રકાશા વચ્ચેનો વિસ્તાર અને બ્લાઇન્ડ કેચમેન્ટમાં ગત દિવસોમાં વરસેલા વરસાદેનું પાણી શનિવારની આખી રાત ઉકાઇ ડેમમાં ઠલવાયું હતું. અને 2 લાખ કયુસેક સુધીનો ઇનફલો આવ્યો હતો. આ પાણીની આવક રવિવારે પણ ચાલુ રહી હતી. તો હથનુર ડેમમાંથી છોડાયેલા 91,000 કયુસેક પાણીની આવક રવિવારે ડેમમાં દેખાતા ઉકાઇમાં 1.50 લાખ કયુસેક સુધીનો ઇનફલો આવ્યો હતો.
સત્તાધીશોએ રૂલલેવલની નજીક વહી રહેલી સપાટીને ધ્યાનમાં રાખીને બપોરે 1 વાગ્યે પાણી છોડવાનું વધારી દઇને 95,000 કયુસેક કરી દીધું હતું. સાંજે 7 વાગ્યે ઉકાઇ ડેમની સપાટી 334.15 ફૂટ નોંધાઇ હતી. અને 97,000 કયુસેક ઇનફલો અને આઉટફલો પણ 97,000 કયુસેક નોંધાયો હતો. ઉકાઇ ડેમનું રૂલલેવલ 335 ફૂટ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews