ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

મોરારી બાપુ ફરી વિવાદમાં: સરદાર પટેલની સરખામણી કરી આ નેતા સાથે

જાણીતા રામકથા કથાકાર મોરારીબાપુ ફરી એક વખત પોતાના રાજકીય નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. હાલમાં પોતાની એક કથામાં મોરારીબાપુએ દેશના ગૃહમંત્રી અમિત શાહ ને સરદાર પટેલ સાથે સરખામણી કરતા વિવાદ ખડો થયો છે. આઝાદીના લડવૈયા અને અખંડ ભારતને એક કરનાર લોહ પુરુષ સાથે અમિત શાહને સરખાવીને રાજકીય વિવાદ છેડયો છે. આ અગાઉ પણ સ્વામિનારાયણ સંપ્રદાય ની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડતું નિવેદન કરીને મોરારીબાપુ ચર્ચામાં આવ્યા હતા.

વીરપુર ની એક કથામાં અમિત શાહની સરખામણી સરદાર વલ્લભભાઈ પટેલ સાથે કરીને દેશવાસીઓને વણમાંગી સલાહ પણ આપી દીધી. સોશિયલ મીડિયામાં હાલમાં મોરારી બાપુ પર ફરીવાર રાજકીય નિવેદનો કરીને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો આરોપ લાહી રહ્યો છે. ટીકાકારો કહી રહ્યા છે કે, મોરારીબાપુ કદાચ રાજકીય નિવેદન કરીને ચર્ચામાં આવવા માંગતા હોઈ શકે છે. હાલમાં આ નિવેદન બાદ સોશિયલ મીડિયામાં મોરારીબાપુની ટીકા થઈ રહી છે. ટીકાકારો તાજેતરમાં જ ગુજરાત ના મોડાસા ની યુવતી સાથે જઘન્ય ઘટના બની ત્યારે મૌન સેવી ને બેસેલા બાપુને રાજકીય સંત પણ ગણાવી રહ્યા છે.

આ બાબતે કોંગ્રેસ ના પ્રવકતા મનિષ દોશીએ મોરારીબાપુ પર પ્રહાર કરતા કહ્યું કે, ક્યાં સરદાર સાહેબ અને ક્યાં અમિત શાહ મોરારી બાપુએ સરદાર સાહેબનું અપમાન કર્યું. ગણાય ગંભીર ગુનાઓ ની કલમો જે નેતા પર લાગી હોય તે નેતા ની સરખામણી સરદાર પટેલ સાથે ન હોય. દેશનું વિભાજન કરતા લોકો સાથે દેશને એક કરનારા સરદાર પટેલ ની સરખામણી યોગ્ય ન કહેવાય.

ભાજપના નેતા આઈ.કે.જાડેજા એ મોરારીબાપુના આ નિવેદન પક્ષ લેતા ગાંધી અને સરદાર પટેલ બાદ ગુજરાતના વધુ બે સપૂત તરીકે નરેન્દ્ર મોદી અને અમિત શાહને ગુજરાતના સપૂત ગણાવ્યા હતા. કોંગ્રેસ ને અમિત શાહ ની સરખામણી સરદાર પટેલ સાથે થતા કદાચ પેટમાં તેલ રેડાયું હશે, તેવી ટિપ્પણી પણ કરી હતી.

મોરારી બાપુએ નિવેદન કર્યું હતું કે, “દેશના બંધારણીય નિર્ણયો લેતા આપણા ગુજરાતના સરદાર પટેલની યાદ અપાવે એવા અત્યારે કેન્દ્ર સરકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ” મારે કોઈ પક્ષ ધર્મ સાથે લેવાદેવા નથી પરંતુ હું એક સાધુ તરીકે બોલું છું, સાથે સાથે સવાલ પણ કર્યો હતો કે ૭૦ વર્ષે બંધારણની એક બે કલમો ફેરવી ન શકાય?

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ અમિત શાહ અને સરદાર પટેલ ના ચહેરા સાથેનું એક પેઇન્ટિંગ અમિત શાહ ને કોઈ અર્પી રહ્યું હોય તેવો ફોટો વાયરલ થયો હતો, તે વિવાદ શમ્યો નથી ત્યાં મોરારીબાપુના વધુ એક રાજકીય વિવાદને કારણે અખંડ ભારતના નિર્માતા સરદાર પટેલ ની સરખામણી કોઇ રાજકીય નેતા સાથે કરીને અને એક ભારતીયોની લાગણી ને ઠેસ પહોંચી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.