મોરારી બાપુએ બોટાદના તળાવમાં ડૂબનાર મુસ્લિમ યુવાનોના પરિવારને સહાય જાહેર કરી, જાણો રકમની જાણકારી

Morari Bapu News: ૩ દિવસ પહેલા જ બોટાદમાં એક મોટી દુર્ઘટના ઘટી હતી, જેમાં કૃષ્ણસાગર તળાવમાં નાહવા ગયેલા 5 યુવાનોના ડૂબી જવાથી મોત થયા છે. ત્યારે હવે આ યુવકોના પરિવારને મોરારી બાપુ (Morari Bapu donates Muslim family after youth death) દ્વારા આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.

Morari Bapu મુસ્લિમ યુવાનોના પરિવારને કરશે આર્થિક મદદ

હવે ફરીથી બોટાદ(Botad)માં તળાવમાં ડૂબી ગયેલા પાંચ યુવાનોના પરિવારને મોરારિબાપુ દ્વારા આર્થિક સહાય કરવામાં આવી છે. 13મેના રોજ બનેલી ઘટનામાં બે યુવાનો તળાવમાં ડૂબતા અન્ય ત્રણ યુવાનો બચાવવા માટે પડ્યા હતા, આ તમામ ડૂબી ગયા હતા અને જેના કારણે મોત થયા હતા. આર્થિક મદદની સાથે બાપુ તરફથી શાલ પણ પહોંચાડવામાં આવશે એવા સમાચાર સામે આવી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર, 13 મેના રોજ બોટાદના કૃષ્ણસાગર તળાવમાં ન્હાવા પડેલાં 5 યુવાનોનાં ડુબવાના સમાચાર મળતા જ સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી. તળાવમાં ન્હાવા પડેલાં 2 યુવાનોને ડુબતા જોઈને અન્ય 3 યુવકો બચાવવા માટે તળાવમાં પડ્યા હતા.

20 હજાર રૂપિયાની આર્થિક સહાય અપાશે: Morari Bapu

અત્રે નોંધનીય છે કે, થોડા સમય પહેલા પાંચ આશાસ્પદ યુવાનોનાં પાણીમાં ડૂબી જતાં મૃત્યુના સમાચાર મળ્યા હતા જેને લઈને રામકથાકાર મોરારિબાપુ દ્રારા શ્રધ્ધાંજલિ સમર્પિત કરવામાં આવી હતી. પ્રત્યેક મૃતકના પરિવારજોને હનુનામજીની સંવેદના રાશિ રુપે 20 હજાર રૂપિયાની આર્થિક સહાય અર્પણ કરવામાં આવી છે. ત્યારે આ સતકર્મને લઈ બાપુના ચારેકોર વખાણ કરવામાં આવી રહ્યા છે.

અત્રે ઉલેખનીય છે કે, પુલવામાં હુમલા(Pulwama attacks)માં શહીદ જવાનોના પરિવારની મદદ માટે ફિલ્મ અભિનેતાઓથી લઈને ક્રિકેટર અને ઘણા અધિકારીઓ મદદ કરવા માટે હાથ લંબાવવામાં આવ્યા હતા ત્યારે મોરારી બાપુ(Morari Bapu) પણ સામે આવ્યા હતા. તેમણે આતંકી હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને શહીદ જવાનોના પરિવારની આર્થિક મદદ કરવાનું પણ એલાન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *