મોરબી દુર્ઘટનાનો વધુ એક ધ્રુજાવી દેતો વિડીયો આવ્યો સામે… જુઓ કેવી રીતે જીવ બચાવવા તરફડિયા મારી રહ્યા છે લોકો

ગુજરાત(Gujarat): મોરબી દુર્ઘટના(Morbi Bridge collapsed)ને 48 કલાક કરતાં પણ વધુ સમય વીતી ગયો છે. હજુ પણ મચ્છુ નદીમાં 190 લોકોની મરણચીસો ગુંજી રહી છે. મચ્છુ…

ગુજરાત(Gujarat): મોરબી દુર્ઘટના(Morbi Bridge collapsed)ને 48 કલાક કરતાં પણ વધુ સમય વીતી ગયો છે. હજુ પણ મચ્છુ નદીમાં 190 લોકોની મરણચીસો ગુંજી રહી છે. મચ્છુ નદીમાં અનેક બાળકો સહિત 190 લોકોએ જળસમાધિ લીધી હતી. તે સમયે આ દ્રશ્ય હચમચાવી દે તેવા હતા. જે લોકો નદીમાં પડ્યા હતા તે પોતાને બચાવવા માટે તરફડિયા મારી રહ્યા હતા. ત્યારે આ કાળજુ કંપાવી દેતી ઘટનાનો વધુ એક વિડિયો(Video) સામે આવતા હાહાકાર મચી ગયો છે. જે વિડિયો અત્યંત દર્દનાક છે.

મોરબી દુર્ઘટના નું વધુ એક વીડિયો સામે આવ્યો છે. જુલતો પુલ તૂટ્યા ની ઘટનાનો આ વિડીયો તમારા રુવાડા ઉભા કરી દેશે. જે વિડીયો કિનારે ઉભેલી એક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો.

 

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં મચ્છુ નદીમાં જીવ બચાવવા માટે કેટલાય લોકો તડફડીયા મારી રહ્યા છે જે જોઈને તમારું પણ કાળજુ કંપી ઉઠશે. પૂલ તૂટ્યા બાદ લોકો નદીમાં ખાબક્યા હતા. અરે કેટલાય લોકો જીવ બચાવવા માટે નદીમાં તરીને તો કેટલાક પુલના કેબલ પર લટકીને બૂમો પાડી રહ્યા હતા. આટલું જ નહીં પણ તમામ લોકો પોતાનો જીવ બચાવવા માટે હવાતિયા મારી રહ્યા હતા. તું તેમને ક્યાં ખબર હતી કે તેમના હાથમાં આખરે મોત આવવાનું છે.

એક બાજુ સાંજ ઢળી રહી હતી અને બીજી બાજુ વાતાવરણમાં લોકોની ચીસો ગુંજી રહી હતી. કિનારે ઉભેલા લોકોને સમજાઈ રહ્યું ન હતું કે આખરે આ શું થઈ રહ્યું છે. જો જોતા માં જ 190 લોકોના જીવનનો સૂર્ય આથમી ગયો હતો.

FSL રિપોર્ટમાં થયા મોટા ધડાકા:
FSL રિપોર્ટમાં મોટા ધડાકા થયા છે. તેમા ઓરેવા કંપનીએ 29 લાખનો ફેબ્રિકેશનનો કોન્ટ્રાક્ટ આપ્યો હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે. આ સિવાય DYSPએ નિવેદન આપતા જણાવ્યું કહ્યું હતું કે 2007 અને 2022માં મેન્ટેનન્સનો કોન્ટ્રાકટ માટે ટેન્ડરીન્ગ પ્રક્રિયા શરુ ધરવામાં આવી હતી. મેન્ટેનન્સ રિપેરિંગના નામે માત્રને માત્ર પ્લેટફોર્મ બદલવામાં આવ્યા છે.

પેટા કોન્ટ્રાકટ પૈકીના 4 આરોપીઓ ટેકનીકલ ડિગ્રી ધરાવતા નથી કે ટેકનીકલ વસ્તુઓ જાણતા નથી તેમ પોલીસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. જે જે મુલાકાતીઓ પુલ પર જતાં હતા, તેમાં કોઈને પણ લાઈફ જેકેટ આપવામાં આવ્યા નહોતા. FSL રિપોર્ટમાં પણ અનેક મોટા ધડાકાઓ પણ થયા છે. જ્યાંથી કેબલ તૂટ્યો તે જગ્યાએ નબળો પડેલો અને કાટ લાગેલો હોવાનું ખુલ્યું છે. કેબલનું કામ જો બરાબર થયું હોત તો આ ઘટના ના બની હોત.

તો બીજી બાજુ, FSL રિપોર્ટમાં પણ અનેક મોટા ખુલાસા થયા છે. જ્યાંથી કેબલ તૂટ્યો તે જગ્યાએ નબળો પડેલો અને કાટ લાગેલો હતો તે પ્રકારનો મોટો ખુલાસો થયો છે. કેબલનું કામ જો બરાબર થયું હોત તો આ ઘટના ના બની હોત. તંત્રની મંજૂરી વગર જ બ્રિજ ઓરેવા કંપની દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *