હાલમાં આત્મહત્યાના કેસમાં સતત વધારો જોવા મળ્યો છે. લોકો નજીવી વાતોમાં આત્મહત્યાનું પગલું ભરતા હોય છે. આ દરમિયાન વધુ એક આત્મહત્યાનો કેસ મોરબી જીલ્લાના હળવદના ચરાડવા ગામે સામે આવ્યો છે જેમાં સગાઇ તૂટી જવાની બીકથી એક યુવતીએ પોતાના જ ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.
આ પ્રકરણમાં મૃતકના પિતાની ફરિયાદ અને સ્યૂસાઈડ નોટના આધારે ભાવિ પતિ અને સાસુ સસરા સહિતના ચાર વિરુદ્ધ યુવતીને મજબૂર કરવા અંગે ગુનો દાખલ કરતાં પંથકમાં હોબાળો મચી જવા પામ્યો છે. મનસુખભાઈ ચૌહાણની દીકરીના કલ્પેશ નામના યુવાનની સાથે સગાઈ કરવામાં આવી હતી. તે તૂટી જશે તેવો ભય તેને હતો જેના કારણે આત્મહત્યા કરી લીધી હતી.
હાલમાં મૃતક યુવતીના પિતાએ હળવદ પોલીસ સ્ટેશન ખાતે એક મહિલા સહિત ચાર સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, કલ્પેશ રવજીભાઈ કણજારીયા નામના રણજીતગઢ ગામના યુવાન સાથે તેની દીકરીની સગાઈ કરવામાં આવી હતી. ત્યારબાદ કલ્પેશ તેના પિતા રવજીભાઈ અને માતા કંચનબેન તેમજ મુકેશ ગોરધનભાઈએ સગાઈ તોડી નાખવા માટે કહ્યું હતું.
આ દરમિયન જેની સાથે સગાઈ કરવામાં આવી હતી તે કલ્પેશે મૃતક યુવાન સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો. જેથી કરીને યુવતીની સગાઈ તૂટી જાય તો સમાજમાં બદનામી થશે અને સમાજમાં મોઢું બતાવવા લાયક નહીં રહે તેવાં ભયના કારણે પોતાના ઘરની અંદર જ તેણે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ ઉપરાંત તેની પાસેથી સ્યૂસાઈડ નોટ પણ મળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle