મોરબીમાં લાખોનો દારુ ઘુસાડવા માટે બુટલેગરોએ અપનાવ્યો અદ્ભુત કીમિયો- આ રીતે પોલીસે કર્યો પર્દાફાસ

રાજ્યમાંથી અવારનવાર દારુ પકડાયા હોવાના સમાચાર સામે આવતા હોય છે ત્યારે આવા જ એક સમાચાર હાલમાં સામે આવી રહ્યાં છે. વાંકાનેર બાઉન્ડ્રી નજીક આજે સતત બીજા દિવસે દારૂથી ભરેલું ટેન્કર પકડાયું હતું. જેમાં ગઈકાલ આર આર સેલની ટીમ દ્વારા ગઈકાલે ડાક પાર્સલની આડમાં રાજકોટમાં લઈ જવામાં આવતો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.

માત્ર એક જ અઠવાડિયામાં ફક્ત 3 દરોડામાં 1 કરોડનો દારૂ વાંકાનેર પંથકમાંથી પકડાયો હતો. મોરબી SP S.R..ઓડેદરા તથા DYSP રાધિકા ભારાઈની સૂચનાથી LCB PI વી બી જાડેજા તથા PSI એન બી ડાભીની ટીમને દારુથી ભરેલું ટેન્કર વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી પસાર થવાનું હોવાની બાતમી મળતા ટિમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી.

વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી ભારતીય પેટ્રોલિયમ લખેલા LPGનું શંકાસ્પદ કન્ટેનર ઉભું રખાવીને ચેકિંગ કરતાં ટેન્કરમાં છુપાવીને લઈ જવામાં આવતો દારૂના જથ્થાનો પર્દાફાશ થયો હતો. પોલીસે ટેન્કરમાંથી રોયલ ચેલેન્જ બોટલ ન.2088 કિંમત કુલ 10,85,760 રૂપિયા અને મેકડોવેલ્સ ન.૧ ની 6,060 બોટલ કે, જેની કિંમત 22,72,500 રૂપિયા ,એપિસોડ બોટલ નંગ 3,552 કે, જેની કીમત 10,65,600 રૂપિયા મળીને કુલ 44,23,860 ની કિંમતનો 975 પેટી માં 11,700 બોટલ વિદેશી દારૂ તથા ટેન્કર,મોબાઈલ તેમજ રોકડરકમ 1900 રૂપિયા મળીને કુલ 64,30,760 રૂપિયાની કિંમતનો મુદામાલ પકડી પાડીને ગુનો નોંધવામાં આવ્યો છે.

આ મુદામાલ કોને આપવાનો હતો તેમજ કોના દ્વારા મંગાવવામાં આવ્યો હતો જેની તપાસ હાથ ધરવામાં આવી છે. અહીં નોંધનીય છે કે, મોરબી જીલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં સૌરાષ્ટ્રમાં ઘુસાડવામાં આવતો 1 કરોડની કિંમતનો વિદેશી દારૂ ત્રણ દરોડા દરમ્યાન પકડી પાડવામાં આવ્યો છે ત્યારે મહારાષ્ટ્ર, હરિયાણા તથા રાજસ્થાનથી મોરબી તથા સૌરાષ્ટ્રની હદ સુધી વિદેશી દારૂનો જથ્થો પહોંચી જાય છે એમ છતાં જીલ્લાની પોલીસ દ્વારા કેમ પકડાતો નથી એ પણ એક પ્રશ્ન રહેલો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *