ગઈકાલે નીતિન પટેલે કીધું કે, મોરબી દુર્ઘટનામાં ભાજપ સરકાર જવાબદાર અને આજે લઈ લીધો યુ-ટર્ન- જાણો હવે શું કહ્યું?

ગુજરાત(Gujarat): મોરબી(Morbi)માં ઝૂલતો પૂલ તૂટવાની દુર્ઘટના બનતા આ હોનારતમાં અત્યાર સુધીમાં અંદાજે 190 લોકોના મોત થઇ ચુક્યા છે. જોકે આ દરમિયાન હવે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ(Nitin Patel)નું નિવેદન સામે આવ્યું છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર નીતિન પટેલે કહ્યું છે કે, મોરબી બ્રિજનું નવીનીકરણ અને લોકાર્પણ મોરબી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગુજરાત સરકારની કોઈ પણ ભૂમિકા નહોતી. જોકે મહત્વનું છે કે, હજી ગઈકાલે જ એક ખાનગી ચેનલમાં નીતિન પટેલે જણાવતા કહ્યું હતું કે, મોરબી બ્રિજ દુર્ઘટનાની નૈતિક જવાબદારી ભાજપ સરકારની છે.

જાણો શું કહ્યું નીતિન પટેલે ?
મોરબી બ્રિજ દુર્ઘટનાને કારણે સમગ્ર ગુજરાત હચમચી ઉઠ્યું છે. તેવામાં ન્યૂઝ એજન્સી ANI મુજબ નીતિન પટેલે કહેતા જણાવ્યું છે કે, બ્રિજનું નવીનીકરણ અને લોકાર્પણ મોરબીના વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. જોકે તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગુજરાત સરકારની કોઈ ભૂમિકા નહોતી. વધુમાં જણાવતા કહ્યું છે કે, જૂનો પુલ નાનો હતો અને ખાનગી ઉપયોગ માટે બનાવવામાં આવ્યો હતો, પરંતુ પ્રવાસીઓની અવરજવર માટે જાહેર જનતા માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો.

અગાઉ જાણો શું કહ્યું હતું નીતિન પટેલે?
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે એક ખાનગી ન્યૂઝ ચેનલમાં નીતિન પટેલે જણાવતા કહ્યું હતુ કે, આ જવાબદારી અમારી છે, કારણ કે ગુજરાતમાં અમારી સરકાર છે. જિલ્લાનો વહીવટ અમારો, કલેક્ટર અમારા અને નગરપાલિકા પણ જિલ્લાના વહીવટ નીચે આવે છે.

મોદી આવતા જ શરુ થયું રીનોવેશન:
મોરબીસિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા તાત્કાલિક પણે હોસ્પિટલનું રંગરોગાન કાર્ય હાથ ધરી દેવામાં આવ્યું છે. કારણે આજે બપોર બાદ PM નરેન્દ્ર મોદી પીડિતોની મુલાકાત લેવાના છે. સિવિલ હોસ્પિટલને નવી બનાવવા માટે કલરકામ કરવામાં આવી રહ્યું છે. સાથે જ હોસ્પિટલની અંદર એલ્યુમિનિયમ સેક્શનના નાનાં નાનાં રૂમ પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલના રંગરોગાન કાર્યના વિડીયો અને ફોટો પણ સામે આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *