પેટ્રોલ-ડીઝલના ભાવમાં થવા જઈ રહ્યો હતો ઘટાડો, પણ જાણો એવું તો શું થયું કે; કરેલો નિર્ણય ખેંચવો પડ્યો પાછો

Petrol-Diesel Price Today 1st November: દેશભરમાં આજે 1 નવેમ્બરે પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 40 પૈસાનો ઘટાડો થવાની આશા હતી, પરંતુ ભારતીય ઓઈલ કંપનીઓએ આજે ​​મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન(IOCL) એ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 40 પૈસાનો ઘટાડો કરવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. માહિતી અનુસાર, 31 ઓક્ટોબરે મોડી સાંજે પેટ્રોલ-ડીઝલ 40 પૈસા સસ્તું થવાનું કહેવામાં આવ્યું હતું અને નવી કિંમતો 01 નવેમ્બર 2022ના રોજ સવારે 6 વાગ્યાથી લાગુ થવાની હતી.

મહાનગરોની વાત કરીએ તો દેશની રાજધાની દિલ્હીમાં આજે (મંગળવારે) 1 નવેમ્બરના રોજ પણ એક લિટર પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા અને એક લિટર ડીઝલની કિંમત 89.62 રૂપિયા છે. ચેન્નાઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 102.63 રૂપિયા અને ડીઝલની કિંમત 94.24 રૂપિયા પ્રતિ લિટર નક્કી કરવામાં આવી છે. તે જ સમયે, કોલકાતામાં પેટ્રોલની કિંમત 106.03 અને ડીઝલની કિંમત 92.76 રૂપિયા પ્રતિ લિટર છે. આ સિવાય દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.

અન્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ:
નોઈડા પેટ્રોલ – 96.57 રૂપિયા પ્રતિ લીટર ડીઝલ – 89.96 રૂપિયા પ્રતિ લીટર, ચંદીગઢ પેટ્રોલ – 96.20 રૂપિયા પ્રતિ લીટર ડીઝલ – 84.26 રૂપિયા પ્રતિ લીટર, ગુરુગ્રામ પેટ્રોલ – 97.18 રૂપિયા પ્રતિ લીટર ડીઝલ – 90.05 રૂપિયા પ્રતિ લીટર લખનૌ પેટ્રોલ – 96.57 રૂપિયા પ્રતિ લીટર ડીઝલ 89.76 રૂપિયા પ્રતિ લીટર થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યે નવી કિંમતો લાગુ થઇ જાય છે. પેટ્રોલ તથા ડીઝલની કિંમતમાં ડીલર કમિશન, એક્સાઈઝ ડ્યૂટી અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેમના ભાવ બમણા થઈ જાય છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ ઓઈલનો ભાવ શું છે તેને આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. જેના માપદંડોને આધારે પેટ્રોલના ભાવ અને ડીઝલના ભાવ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે.

પેટ્રોલ-ડિઝલનો ભાવ તમે SMS દ્વારા પણ જાણી શકો છો. ઇંડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર મોકલવાનો રહેશે. જયારે બીપીસીએલ ગ્રાહકો RSP લખીને 9223112222 પર મેસેજ મોકલવાનો રહેશે અને એચપીસીએલ ગ્રાહકો HPPrice લખીને 9222201122 પર મેસેજ કરીને પેટ્રોલ-ડિઝલનો ભાવ જાણી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *