RTE ટીમ કતારગામ દ્વારા 250થી વધારે વિનામૂલ્યે ફોર્મ ભરવામાં આવ્યા

સૌ પ્રથમ તો આપણે સમજીએ કે RTE શું છે?
દેશના દરેક બાળકને આઠમાં ધોરણ સુધીનું શિક્ષણ મેળવવાનો અધિકાર છે જે અંતર્ગત બાળકનો તમામ ખર્ચ સરકાર ઉઠાવે છે. સરકાર ‘રાઇટ ટુ એજ્યુકેશન’ એક્ટ અંતર્ગત તમારા બાળકોને અન્ય પ્રાઇવેટ શાળાઓમાં સરકારના ખર્ચે ભણાવી રહી છે.

‘રાઇટ ટુ એજ્યુકેશન’ એક્ટ અંતર્ગત ચાલતી એડમિશન પ્રક્રિયા માં આરટીઇ ટીમ કતારગામ વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષ થી વાલીઓને વિનામૂલ્યે ફોર્મ ભરવામાં મદદરૂપ થાય છે. આ વર્ષે એટલે કે વર્ષ 2020 માં કોરોના મહામારીને લીધે વાલીઓમાં સંક્રમણના ફેલાઈ તેને ધ્યાનમાં લઈને ટીમ દ્વારા મોટાભાગે વર્ચુઅલ કામગીરી કરવામાં આવી હતી.

આ વર્ષે આરટીઇ ટીમ કતારગામ દ્વારા અંદાજે ૨૫૦થી વધારે વાલીઓને વિનામૂલ્યે ઓનલાઈન ફોર્મ ભરી દેવામાં આવ્યા છે આ કામગીરી માં વાલીઓ દ્વારા ઓનલાઈન whatsapp પર ડોક્યુમેન્ટ મોકલીને કરવામાં આવી હતી. RTE ટીમ કતારગામ દ્વારા અંદાજે 1400 થી વધારે ફોન કોલ્સ રીસીવ કરીને વાલીઓને પુરતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ટીમમાં જોડાયેલા 30થી વધારે યુવકો સંક્રમણથી બચવા માટે પોતાના ઘર, ઓફિસ કે ક્લાસ પરથી ફોર્મ ભરવામાં મદદરૂપ થયા હતા. આ ટીમમાં શિક્ષકો સરકારી નોકરી કરતા અધિકારીઓ અને પ્રાઇવેટ નોકરી કરતા યુવકો એ પોતાના ધંધા-રોજગાર માંથી મળતા ટાઈમ નો સદુપયોગ કરીને રાત્રે 12 વાગ્યા સુધી ઓનલાઇન ફોર્મ ભરીને વાલીઓને મદદરૂપ થયા હતા. ટીમ દ્વારા અનાથ અને મમ્મી અથવા પપ્પા ના હોય તેવા બાળકો પર વિશેષ ધ્યાન આપીને ફોર્મ ભરવામાં આવ્યા હતા. આ કામગીરીમાં સુરત ચિલ્ડ્રન ટીમ દ્વારા મદદ મળી હતી.

આ વર્ષે ટીમ દ્વારા કતારગામ, ડભોલી,વરાછા,પુણાગામ, લિંબાયત, કામરેજ, ઓલપાડ,કરમલા, ખજોદ અને સુરતના વિવિધ વિસ્તારો ના વાલીઓને મદદરૂપ થઈ હતી તથા અમદાવાદમાં પણ ટીમ દ્વારા વાલીઓના ફોર્મ ભરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *