જો સરકારથી 6 મહિનાની ફી માફ નહીં થાય તો 18 તારીખથી ચાલુ થશે વાલીઓનું મોટું આંદોલન

કોરોના વાયરસની પરિસ્થિતિમાં રાજ્યના વિદ્યાર્થીઓ અને બાળકોના શિક્ષણને ધ્યાનમાં રાખીને લોકડાઉન પૂરૂં થયા પછી સરકાર દ્વારા શાળાઓ ફીની વસુલાત માટે 6 મહિના સુધી ફી ભરવાની…

કોરોના વાયરસની પરિસ્થિતિમાં રાજ્યના વિદ્યાર્થીઓ અને બાળકોના શિક્ષણને ધ્યાનમાં રાખીને લોકડાઉન પૂરૂં થયા પછી સરકાર દ્વારા શાળાઓ ફીની વસુલાત માટે 6 મહિના સુધી ફી ભરવાની મર્યાદા વધારી આપવામાં આવી છે. પરંતુ વાલીઓ કોરોના લોકડાઉનમાં ધંધા રોજગાર ભાંગી પડતા મુસીબતમાં છે ત્યારે આવા સમયમાં છ માસ માટે સરકાર છૂટ કે માફી કે પચાસ ટકા ફી માફી આપવી જોઈએ. હાલમાં ખાનગી શાળાના સંચાલકો ફી ભરવા વાલીઓને દબાણ કરી રહ્યા છે.

હાલમાં હવે વાલીઓ પણ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. વાલીઓ દ્વારા કોરોનાની આ મહામારીમાં એક સત્રની ફી માફ કરો તેવી માંગ ઉઠી છે. જો સરકાર નહિ સાંભળે તો 18મી જૂનથી આંદોલન કરવાની ચીમકી વાલી મંડળે ઉચ્ચારી દીધી છે. સમગ્ર ગુજરાતમાં લોકડાઉનના કારણે 3 મહિનાથી શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ છે. શાળાઓને કોઈ પણ પ્રકારનો ખર્ચ થયો નથી છતાં ખાનગી શાળાઓએ વાલીઓને ફી ભરવાના મેસેજ કરે છે અને છેલ્લા થોડા સમયથી ખાનગી શાળાઓએ દ્વારા વાલીઓને ફી ભરવા દબાણ કરતા હાલ સમગ્ર ગુજરાતમાં વિવાદ સર્જાયો છે.

ત્યારે વળી, શિક્ષણ મંત્રી દ્વારા નવેમ્બર સુધી એકસાથે નહિ પણ મહિને મહિને ફી ભરી શકશે તેવી વાત કરવામાં આવી છે. જેને લઇને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં વાલીઓએ સ્કૂલ માં શિક્ષણ નહિ તો ફી નહીં અભિયાન ચલાવ્યું છે. વાલીઓની આ વેદના સરકારએ નહિ સાંભળતા વાલીઓ વિપક્ષ પાસે પહોંચ્યા હતા. વાલીઓ વતી વાલી મંડળના નરેશ શાહ, પ્રકાશ કાપડિયા, અમિત પંચાલ સહિત પ્રતિનિધિઓએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સાથે મુલાકાત કરીને વિપક્ષને આ મામલામાં મદદ કરવાની રજુઆત કરી હતી.

વાલી મંડળના પ્રતિનિધિ ઓનું કહેવું છે કે, માર્ચ મહિના થી શિક્ષણ બંધ છે અને સપ્ટેમ્બર સુધી શિક્ષણ શરૂ થઈ શકે તેમ નથી ત્યારે 6 મહિનાની ફી સરકારે માફ કરાવવી જોઈએ. જો સરકાર ન્યાય નહિ આપે તો 18 જૂનથી આંદોલન કરવાની ચીમકી વાલી મંડળે ઉચ્ચારી છે. ત્યારે વળી, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ વાલીઓની આ માંગને યોગ્ય ગણાવી છે. વાલી મંડળની આ માંગણીઓ સરકાર સામે ઉગ્ર રજુઆત સાથે મુકીશું. આટલું જ નહિ વાલીઓના આંદોલનને પણ જરૂરી સહકાર આપીશું .સાથે જ કોંગ્રેસની યુવા પાંખ NSUI વાલીઓની આ વેદનાને વાચા આપવા ઓનલાઈન આંદોલન ચલાવી રહી છે. તે પણ વાલીઓના આ આંદોલનને સમર્થન આપશે.  મહત્વનું છે કે ફી મામલે વાલીઓનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે તેવામાં આગામી દિવસોમાં મોટા આંદોલનમાં પરિવર્તિત થાય તો નવાઈ નહી. હવે જોવાનું એ રહ્યું કે, શું લોકોને ન્યાય મળશે કે નહીં?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *