દેશભરમાં RBL BANK ના ક્રેડીટ ક્રાર્ડમાંથી કરી અધધધ… આટલા કરોડની છેતરપિંડી, કીમિયો જાણી પોલીસ પણ માથું ખંજવાળવા લાગી  

હાલ સુરત સહિત ગુજરાતમાં કોઈ ને કોઈ રીતે ઓનલાઈન ચિટિંગના કિસ્સાઓ સાંભળવા મળતા હોય છે. તેવામાં સુરત સાયબર પોલીસ દ્વારા શહેરમાં લોકોના લાઈટ બીલ મેળવી તે લાઈટબીલના આધારે લાઈટબીલની રકમ પોતાના ખાતામાં જમા કરાવી ઓનલાઈન ઠગાઈ આચરતી ગેંગને ઝડપી પાડવામાં આવી છે.

ભારતભરમાં RBL BANKના ક્રેડીટ ક્રાર્ડમાંથી છેતરપિંડીથી ભારતના અલગ અલગ રાજ્યોના 2245 જેટલા વીજ બીલ પેમેન્ટ કરી લોકો સાથે ફ્રોડ કરનાર ઝારખંડના જામતારા ખાતેના ઇસમને તથા સ્થાનિક ઇસમોને પકડી પાડી અનેક ગુન્હાઓ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે.

જાણવા મળ્યું છે કે, સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ તથા કતારગામ પોલીસની સંયુકત ટીમની મદદથી આ ટોળકી ઝડપાઇ ગઈ છે. પોલીસ ગુજરાતના, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, અને મહારાષ્ટ્રના અનેક કેસ ઉકેલવામાં સફળતા મળી છે. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી 6 મોબાઈલ અને રોકડ રૂપિયા 8 લાખથી વધુની રકમ કબ્જે કરી તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ભારતભરમાં વીજબીલ ભરતા સેન્ટરોમાંથી ગ્રાહકોના અલગ અલગ કંપનીના વીજબીલ મેળવી આ વીજબીલોને ઝારખંડ જામતારા ખાતેના સાયબર ક્રિમીનલ્સને મોકલી આપતા હતા. ત્યારબાદ ઝારખંડ જામતારા ખાતેના સાયબર ક્રિમીનલ્સ ભારતભરના RBL બેંકના ક્રેડિટ કાર્ડ ધારકોને ફોન કરીને તેઓ RBL બેંકના ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટમાંથી બોલતા હોવાની ખોટી ઓળખ આપી તેમને લલચામણી વાતો કરી તેમની પાસેથી ઓટી.પી. મેળવી લઈ PAYTM, BILLDESK, BILLS2PAY જેવી એપ્લીકેશનના માધ્યમથી ઉપરોક્ત વીજબીલો ભરી લોકો સાથે છેતરપિંડી કરતા હતા.

આરોપીઓ દ્વારા ભારતભરમાં અલગ અલગ વીજ કંપનીઓના મળી કુલ-2245 વીજબીલ ભરવામાં આવેલ છે. જેમા કુલ 3.67 કરોડથી વધુની રકમના બીલ ભરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ગુજરાતના 2113, પંજાબ-113, હરીયાણા-11, રાજસ્થાન-05, ઉત્તરપ્રદેશ-02, મહારાષ્ટ્ર-1 બીલ ભરી દઈને છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાલ આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

વિરભદ્રસિંહ ધર્મેદ્રસિંહ ઝાલા ઉંમર 29, રહેવાસી- બી/11, ફ્લેટ નં-128, જુનીપોલીસ લાઇન નવાપરા, ભાવનગર, મો.ન-ચુડા જી સુરેંદ્રનગર
યશ ભરતભાઇ ભુપતાણી ઉંમર 24, ધંધો- બેકાર રહેવાસી- ઘર નં-એમ/104, સ્ટાર પેલેસ, ક્રીષ્ના રેસીડેન્સી નજીક, અમરોલી સુરત શહેર મુળ ગામ:- સાવરકુંડલા, તા- સાવરકુંડલા, જી-અમરેલી

જીતેન્દ્ર ઉર્ફે રાહુલ ટેકલાલ મંડલ રહે,ગામ-પંદનીયા તા.અહીલીયાપુર જીગિરડીહ
મનિષ દેવરાજભાઇ ભુવા ઉંમર 34 ધંધો- બિલ કલેક્શન, રહેવાસી- ઘર નં 88-89, સાંતીનગર, વિભાગ-1, નારાયણ નગર સામે, કતારગામ સુરત શહેર મુળ ગામ:- મેધા પીપળીયા, તા-કુકાવાવ, જી-અમરેલી

મિલન હરશુખભાઇ ચોવટીયા ઉંમર 22 ધંધો બેકાર, રહેવાસી- ઘર નં-94, હરીહરી સોસયટી, વિભાગ-2, કતારગામ સુરત શહેર મુળ ગામ:- જસાપર, તા. જામ કંડોળા, જી રાજકોટ ઝડપાયા છે.
મેહુલ જવેરભાઇ કાકડીયા ઉંમર 28, ધંધો- ઓનલાઇન સેલીંગ રહેવાસી- ધર નં 401, જ્ઞાન પ્રવાહ એપાર્ટમેન્ટ, હરિદર્શનનો ખાડો સિંગણપુર કતારગામ, સુરત શહેર મુળ ગામ: સાંગાવદર, તા- બોટાદ, જી બોટાદનો આરોપી તરીકે સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *