આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખુબ જ મોટા મોટા દવાઓ કરી રહી છે અને દિલ્હીના કેજરીવાલની નજર પણ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચુંટણી પર છે.
અલગ અલગ જીલ્લા, તાલુકા અને શહેરના લોકો અને સાથે સામાજિક અગ્રણીઓ તથા અન્ય રાજકીય પક્ષના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. લોકો હવે સરકારથી કંટાળીને લોકો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાય રહ્યા છે. જેને લીધે આમ આદમી પાર્ટી ખુબ જ મજબુત બનીને આગળ વધી રહી છે. આગામી સમયમાં પણ કેટલાય લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવું આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા જોઇને લાગી રહ્યું છે.
ત્યારે હવે આમ આદમી પાર્ટીની કામની રાજનીતિથી પ્રેરાઈ અને પ્રભાવિત થઇ રાજનીતિ કરવા નહિ પરંતુ રાજનીતિ બદલવા માટે રાજકોટ શહેર મધ્યસ્થ કાર્યાલય ખાતે રાજકોટ શહેરમાં વિવિધ રમતો જેવી કે, કબ્બડી, ખો-ખો, ફૂટબોલ, બેડમિન્ટન, હોકી જેવી રમત ગમતના ટ્રેનરો આયુવાન સિંહ ચુડાસમા, ધર્મેન્દ્રભાઈ સોલંકી, ધર્મેશભાઈ યાદવ, ધર્મેન્દ્ર સિંહ જાડેજા, દર્શનભાઈ વ્યાસ, ગીરીરાજ સિંહ ઝાલા, મીલાપભાઇ રૂપારેલીયા, પ્રકાશભાઈ પરમાર, રાહુલભાઈ મકવાણા સહિત અન્ય 300થી વધારે યુવા કાર્યકરો આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.