Patna Hotel Fire News: રાજધાની પટનાના સૌથી વ્યસ્ત વિસ્તાર કહેવાતા પટના જંક્શન પાસેની એક હોટલમાં ગુરુવારે બપોરે આગ લાગી હતી.ત્યારે આ આગની ઘટનામાં 6 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં ત્રણ મહિલાઓ અને ત્રણ પુરૂષોનો(Patna Hotel Fire News) સમાવેશ થાય છે. પટના સેન્ટ્રલ એસપી ચંદ્ર પ્રકાશે મૃત્યુની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે આગની આ ઘટનામાં 20 લોકો ઘાયલ થયા છે. જેમાંથી બેની હાલત નાજુક છે. ઘાયલોને પટનાના પીએમસીએચમાં સારવાર આપવામાં આવી રહી છે.
હોટેલ પટના જંકશન વિસ્તારમાં છે
રાજધાની પટનાના સૌથી વ્યસ્ત પટના જંકશન વિસ્તારમાં જ્યાં લાખો લોકો અવરજવર કરે છે, ત્યાં સલામતી ધોરણોને ધ્યાનમાં રાખીને હોટેલ કેવી રીતે સંચાલિત કરવામાં આવી હતી? જે પાલ હોટલમાં આગ લાગી તે પણ આ વિસ્તારની પ્રખ્યાત હોટલ છે. પટના રેલ્વે સ્ટેશન પર ઉતરતા મોટાભાગના મુસાફરોનું ભોજન અહીં જ હોય છે. આવી સ્થિતિમાં વહીવટીતંત્ર પર સવાલો ઉઠે તે સ્વાભાવિક છે. આગ લાગી ત્યારે આગ પર કાબૂ મેળવવામાં કેમ વિલંબ થયો?
#WATCH | Bihar | A massive fire broke out in a hotel near Golambar in the Kotwali police station area, in Patna. Fire tenders present at the spot. Firefighting operations are underway. https://t.co/rbO2BEldcJ pic.twitter.com/KYGpxH2CiZ
— ANI (@ANI) April 25, 2024
હોટલમાં લાગેલી આગમાં 6 લોકોના મોત
પાલ હોટલમાં લાગેલી આગ કેટલી ભયાનક હતી તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 20થી વધુ લોકોએ પોતાનો જીવ બચાવવા માટે હોટલની બિલ્ડીંગમાંથી જ કૂદી પડ્યા હતા. આગમાં સળગી રહેલા લોકોએ પોતાનો જીવ બચાવ્યો, જ્યારે કેટલાક લોકો આગમાં જ મૃત્યુ પામ્યા. જિલ્લા પ્રશાસને કહ્યું કે હોટલમાં લાગેલી આગમાંથી 20 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ આગની આ ઘટનામાં 6 લોકોના દુઃખદ મોત થયા હતા.
Major fire near Patna junction in a hotel. Praying for people’s safety. 🙏
pic.twitter.com/Mn3xhF6QAj— With Love, Bihar (@withLoveBihar) April 25, 2024
2 કલાકમાં 51 ફાયરની ગાડીઓએ આગને કાબુમાં લીધી હતી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પટના રેલવે સ્ટેશનથી 50 મીટર દૂર હોટલમાં લાગેલી આગને બુઝાવવા માટે ફાયર બ્રિગેડની 51 ગાડીઓને લગભગ 2 કલાકનો સમય લાગ્યો હતો. અગ્નિશામકોએ આગની જ્વાળાઓ વચ્ચેથી લોકોને બચાવ્યા હતા. આગ બુઝાવવાની સાથે જ રેસ્ક્યુ ટીમના સભ્યો અંદર ગયા અને ખરાબ હાલતમાં 6 લોકોના મૃતદેહ મળ્યા હતા.આગના કારણે પોલીસે આજુબાજુના વિસ્તાર અને રોડને સીલ કરી દીધો હતો.
જણાવવામાં આવી રહ્યું છે કે જે હોટલમાં આગ લાગી હતી તે 4 માળની હતી અને ચારેય માળ આગની લપેટમાં આવી ગયા હતા. લોકોને હોટલમાંથી બહાર કાઢવા માટે હાઈડ્રાનો પણ ઉપયોગ કરવો પડ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે હોટલના રસોડામાં રાખવામાં આવેલા સિલિન્ડરમાં વિસ્ફોટ થવાથી આગ લાગી હતી અને થોડી જ વારમાં આગ આખી બિલ્ડીંગને લપેટમાં લઈ લીધી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App