આવનારા ભવિષ્યમાં પણ પૂરી દુનિયા એ કેટલીક મહામારીઓનો સામને કરશે તેવું એક અહેવાલમાં બહાર આવ્યું છે. આવનારા સમયમાં કેટલીક મહામારી એવી પણ હશે કે, જે કોરોના મહામારી કરતા પણ વધારે ઘાતક સાબિત થઇ શકે છે. એટલું જ નહી એ મહામારી એવી ફેલાશે કે, એની સામે ટકી રહેવું એ પણ અતિ કઠિન સાબિત થશે.
‘જૈવ વિવિધતા અને મહામારી’ પર વૈશ્વિક રીપોર્ટ એ દુનિયાના 22 દેશોના પ્રમુખ વિશેષજ્ઞ દ્વારા લખવામાં આવી છે. આ રીપોર્ટ એ ગુરુવારે એટલે કે 29 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવી હતી. આ રીપોર્ટ હાલમાં પ્રકૃતિને થતા નુકસાન અને વધતા જતા મહામારીના ખતરા વચ્ચેની કડી પર નિર્ભર છે.
કોરોના વાયરસને પેદા કરનાર ‘SARS-COV-2’ વાયરસ એ એકમાત્ર વાયરસ નથી, હાલમાં પ્રકૃતિમાં 850,000 કરતા પણ વધારે અજ્ઞાત વાયરસ છે કે, જે લોકોને નુકસાન પહોંચાડી શકે છે. રસપ્રદ વાત તે છે કે, WHO દ્વારા ફ્રેન્ચના ગુયાના વિસ્તારમાં ‘માયરો વાયરસ’ બિમારી વિશે જણાવવામાં આવ્યું છે. ‘માયરો વાયસ’ એ ડેન્ગ્યુ જેવા લક્ષણો ધરાવતી બિમારી છે કે જે હાલમાં ફેલાઈ રહી છે.
દુનિયામાં 70 ટકા વાયરસ પશુઓના માઇક્રોબ્સ હોય છે. આ વાયરસમાં ઇબોલા, ઝીકા, નિપ્પા, ઇન્સેફેલાઇટીઝ અને ઇન્ફ્લુએન્ઝા, એચઆઇવી, એડ્સ, કોવિડ-19 જેવી ગંભીર બિમારીઓ પણ સામેલ છે, પશુઓ અને માણસો વચ્ચેના સંપર્કના કારણે આ માઇક્રોબ્સ ફેલાઈ રહી છે.
એક વર્કશોપમાં વિશેષજ્ઞોએ વાત કરતા જણાવ્યું હતું કે, હાલના સમયમાં લોકોનો દ્રષ્ટિકોણમાં બદલાવ લાવવાની જરૂર છે. આપને જણાવી દઇએ કે કોવિડ-19 એ વર્ષ 1918 માં આવેલા ગ્રેટ ઇન્ફ્લુઇન્ઝા મહામારી બાદ આવેલી છઠ્ઠી વૈશ્વિક મહામારી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle