માનવતાનું મસ્તક શરમથી ઝુકી ગયું, જયારે 8 વર્ષનો બાળક તેના સગા ભાઈનો મૃતદેહ ખોળામાં લઈ બેસી રહ્યો- જુઓ વિડીયો

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના મુરેના જિલ્લા(Murray district)માંથી કાળજું કંપાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 8 વર્ષનો માસૂમ બાળક 2 કલાક સુધી પોતાના 2 વર્ષના ભાઈના મૃતદેહને ખોળામાં લઈને બેઠો હતો. હાલમાં આ મામલાનો વિડીયો(Video) પણ સોશિયલ મીડિયા(Social media) પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. તે મોરેના જિલ્લા હોસ્પિટલનું કહેવાય છે. જિલ્લા હોસ્પિટલની બહાર એક આઠ વર્ષનો માસુમ બે વર્ષના ભાઈના મૃતદેહને ખોળામાં લઈને રોડ કિનારે બેઠો હતો. બીજી તરફ મૃતકના ગરીબ પિતા પોતાના બાળકના મૃતદેહને ઘરે લઇ જવા માટે સસ્તા દરે વાહન શોધી રહ્યા હતા. જેણે પણ આ વિચલિત દ્રશ્યો જોયા તેના તો રુવાડા બેઠા થઇ ગયા હતા. મોરેના જિલ્લા હોસ્પિટલમાંથી મૃતદેહ લેવા માટે કોઈ વાહન મળ્યું નથી.

પરંતુ મામલો વધુ બીચકતા તાત્કાલિક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. હકીકતમાં, મુરેના જિલ્લાના અંબાહના બડફરા ગામના રહેવાસી પૂજારામ જાટવ તેના બે વર્ષના પુત્ર રાજાને એમ્બ્યુલન્સ દ્વારા અંબાહ હોસ્પિટલમાંથી રેફર કર્યા બાદ જિલ્લા હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. એનિમિયા અને પાણી ભરાવાની બીમારીથી પીડિત રાજાનું જિલ્લા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. અંબાહ હોસ્પિટલમાંથી રાજા સાથે આવેલી એમ્બ્યુલન્સ તરત જ પાછી આવી. રાજાના મૃત્યુ પછી, તેના ગરીબ પિતા પૂજારામે હોસ્પિટલના ડોકટરો અને સ્ટાફને મૃતદેહને ગામમાં લઈ જવા માટે વાહન માંગ્યું, પરંતુ મૃતદેહ લેવા માટે હોસ્પિટલમાં કોઈ વાહન ન હોવાનું કહીને ના પાડી. આ સાથે સ્ટાફે બહારથી કાર ભાડે રાખીને મૃતદેહ લઇ જવા કહ્યું હતું.

હોસ્પિટલ પરિસરમાં ઉભેલી એમ્બ્યુલન્સના કેટલાક સંચાલકે ભાડા પેટે દોઢ હજાર રૂપિયા માગ્યા હતા. પૂજારામ પાસે એટલા પૈસા નહોતા એટલે તેઓ તેમના પુત્ર રાજાના મૃતદેહને લઈને હોસ્પિટલની બહાર આવ્યા. તેમની સાથે આઠ વર્ષનો પુત્ર ગુલશન પણ હતો. હોસ્પિટલની બહાર પણ કોઈ વાહન મળ્યું ન હતું. આ પછી ગુલશનને નેહરુ પાર્કની સામે, રસ્તાની બાજુના ગટર પાસે બેસીને પૂજારામ સસ્તા દરે વાહન જોવા ગયો હતો. આઠ વર્ષનો ગુલશન તેના બે વર્ષના ભાઈના મૃતદેહને ખોળામાં લઈને અડધો કલાક બેઠો હતો. આ દરમિયાન તેની આંખો તેના પિતાના પરત આવવાની રાહ જોતી રસ્તા પર તાકી રહી હતી. ક્યારેક ગુલશન રડતો તો ક્યારેક પોતાના ભાઈના મૃતદેહને સ્હેજ કરતો. રસ્તા પર પસાર થનારાઓની ભીડ હતી, જેણે પણ આ નજારો જોયો તેના તો રુવાડા બેઠા થઇ ગયા હતા.

માહિતી મળતાં જ કોતવાલી ટીઆઈ યોગેન્દ્ર સિંહ જાદૌન પહોંચ્યા. તેણે માસૂમ ગુલશનના ખોળામાંથી તેના ભાઈની લાશ ઉપાડી અને બંનેને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં ગુલશનના પિતા પૂજારામ પણ આવ્યા હતા. જે બાદ ટીઆઈની દરમિયાનગીરી બાદ મૃતદેહને એમ્બ્યુલન્સ દ્વારા બાધરા મોકલવામાં આવ્યો હતો. રડતા રડતા પૂજારામે કહ્યું કે તેને ચાર બાળકો છે. ત્રણ પુત્રો અને એક પુત્રી, જેમાંથી રાજા સૌથી નાનો હતો. પૂજારામના કહેવા મુજબ તેની પત્ની તુલસા ત્રણ મહિના પહેલા ઘર છોડીને તેના મામાના ઘરે ગઈ હતી. તે પોતે બાળકોની સંભાળ રાખી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *