રવિવારે કોંગ્રેસના ચાર ધારાસભ્યો પોતાના પદ પરથી રાજીનામા આપી દીધાં અને સોમવારે સવારે મંગળ ગાવિતે પણ રાજીનામું આપી દેતાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યોનાં રાજીનામાં પડ્યાં છે. પ્રાથમિક દ્રષ્ટીએ રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, આ તમામ રાજીનામાં ભરતસિંહ દ્વારા કોંગ્રેસ હાઈ કમાન્ડનું નાક દબાવીને ટીકીટ લઇ આવવાની નીતિ ને કારણે પડ્યા હોવાનું મનાય છે. ઉલ્લેખનીય છે કે આ તમામ ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામું ન આપીને સ્પષ્ટ સંકેત કર્યો છે કે કોંગ્રેસથી નહિ પણ કોંગ્રેસના નેતાઓ સાથે વાંધો છે.
ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, હજુ પાંચથી વધુ ધારાસભ્યો સોમવારે રાજીનામાં આપશે એવો ભાજપનાં સૂત્રોનો દાવો છે. આ પહેલાં અમરીષ ડેરનો સંપર્ક પણ નહોતો થઈ શકતો પણ તે રામકથામાં હોવાથી ફોન નહોતો લાગતો એવી સ્પષ્ટતા પછીથી થઈ હતી. આ ધારાસભ્યોમાં કનુભાઈ બારૈયા, ચિરાગ કાલરિયા, અક્ષય પટેલ અને જીતુ ચૌધરી નો સમાવેશ થાય છે.
આ તમામ ઘટનાક્રમ વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દાવો કર્યો કે, હજુ પણ ઘણા ધારાસભ્યો ભાજપના સંપર્ક છે અને આજે પણ કૉંગ્રેસના બીજા ધારાસભ્યોના રાજીનામા પડી શકે છે. કૉંગ્રેસના રાજ્યસભા ઉમેદવારનો કારણે ઊભી થયેલા અસંતોષનું આ પરિણામ છે. ભાજપનું નેતૃત્વ અને કામગીરી જોઈ કૉંગ્રેસ છોડી ચૂકેલા ધારાસભ્યો પક્ષમાં જોડાવા ઉત્સુક છે. બીજા પણ ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. ભાજપ સરકાર ગુજરાતના લોકો માટે કામ કરી રહી છે. વિકાસ કરવો હોય તો સારા સંપર્ક હોવા જોઈએ.
ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ તોડજોડના રાજકારણ વચ્ચે આપતાં જણાવ્યું છે કે, કૉંગ્રેસના રાજ્યસભા ઉમેદવારની હુંસાતુંસીના કારણે કૉંગ્રેસના ધારાસભ્યો નારાજ હોય એવું લાગી રહ્યું છે. રાજ્યની જનતા કૉંગ્રેસને ક્યારેય માફ નહીં કરે. કેટલાક કૉંગ્રેસના ધારાસભ્યો સંપર્ક વિહોણાં છે. મારું માનવું છે કે રિસોર્ટમાં લઈ ગયેલા કૉંગ્રેસના ધારાસભ્યો પણ ક્રોસ વોટિંગ કરીને ભાજપના ઉમેદવારને મત આપી શકે છે. કૉંગ્રેસ પોતાના ધારાસભ્યોને સાચવવા માટે રૂપિયા આપ્યા છે. તેથી કૉંગ્રેસે ભાજપ પર દોષારોપણ કરવાની જરૂર નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.