ગઈકાલ જ ગુજરાત આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઈટાલીયાએ પ્રવેશ મેળવવાની સાથે જ હવે યુવાનોમાં આમ આદમી પ્રત્યેનું આકર્ષણ વધ્યું છે. ત્યારે આ કડીમાં હવે ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય કાર્યકર રહેલા દિનેશ ગાબાણી (અડતાળા) નામના હીરા વ્યવસાયી આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી લે તેવી વાત આધારભૂત સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
હીરા બજારમાં આવેલી મંદી, સરકારની ઉદાસીનતા અને વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવ સામે સરકારની લાચારી હવે અસંતોષનું વાતાવરણ ઉભું થઇ રહ્યું છે. ત્યારે યુવાનો વધુને વધુ ભાજપ કોંગ્રેસને છોડીને આમ આદમી પાર્ટી તરફ વળી રહ્યા છે.
હીરા વેપારી દિનેશ ગાબાણી (અડતાળા) સુરત હીરા બજારમાં નામના ધરાવે છે અને ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી સક્રિય રીતે જોડાયેલા છે. પૂર્વ ગૃહ મંત્રી અને ભાજપના કદ્દાવર નેતા ગોરધન ઝડફિયાના નજીકના માનવામાં આવે છે. તેઓ પોતાના 150 થી વધુ કાર્યકરો સાથે આમ આદમી પાર્ટી સાથે જોડાવા માટે વાતચીત કરી રહ્યા છે. આ અંગે આમ આદમી પાર્ટી ના પ્રવક્તા યોગેશ જાદવાણી સાથેની ખાસ વાતચીતમાં તેઓએ આ અંગેના સવાલમાં જણાવ્યું હતું કે, ‘દિનેશભાઈ અડતાળા ઉદ્યોગપતિ લોબીમાં સારૂ નામ ધરાવે છે, પોતે યુવાન છે અને કેજેરીવાલથી પ્રભાવિત થતા તેઓએ આમ આદમી પાર્ટીમાં સંગઠનમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.’
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ગોપાલ ઈટાલીયાને આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ઘોષિત કરાયા ત્યારથી અત્યાર સુધી ઘણા યુવાનોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો છે. ખાસ કરીને શિક્ષિત યુવાનોમાં ભાજપ કોંગ્રેસ સિવાય અન્ય પક્ષ પર વિશ્વાસ કરવાનો નવો ચીલો આ યુવાનો ચીતરી રહ્યા છે. સરદાર પટેલ ગ્રુપના સંજય શિંગાળા, ડોકટર ધ્રુવ પાનસૂરિયા, એડવોકેટ વિવેક વડાલીયા સહિતના યુવાનોએ ગઈકાલે આમ આદમી પાર્ટીની સદસ્યતા સ્વીકારી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news