એક યુવાન એક જ વર્ષમાં 23 બાળકોનો જૈવિક પિતા બન્યો. આ ભાઈએ પિતા બનવાનો રેકોર્ડ બનાવ્યો છે. હકીકતમાં જોઈએ તો, તેણે શરૂઆતમાં તો શોખ ખાતર સ્પર્મ ડોનેટ કર્યુ, પણ બાદમાં તેને તેમાં ફૂલ ટાઈમ જોબ દેખાઈ. ત્યારે હવે આ યુવકની દરેક એંગલથી તપાસ પણ શરૂ થઈ છે.
આ સમગ્ર ઘટના ઓસ્ટ્રેલિયાનો છે. એલન ફન નામની વ્યક્તિ દેશમાં શુક્રાણુ દાન કરવા માટે ઘણી લોકપ્રિય બની છે. આ યુવક કહે છે કે, તેની જાતિ અને શુક્રાણુને કારણે સ્ત્રીઓ તેને પસંદ કરે છે.
ડેઇલી મેઇલના અહેવાલ મુજબ, એલન પોતે જ બે બાળકોનો પિતા છે. પરંતુ તેણે ખાનગી રૂપે શુક્રાણુ દાન કર્યું છે અને લગભગ 23 બાળકોનું નિર્માણ કર્યું છે. તે રજિસ્ટર્ડ ફર્ટિલિટી સેન્ટરમાં વીર્યનું દાન પણ કરે છે.
ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં રહેતા 40 વર્ષીય એલનની હવે તપાસ કરવામાં આવી રહી છે. કેટલાક પ્રજનન ક્લિનિક્સમાં એલન વિશે ફરિયાદ કરવામાં આવી હતી. એલન પર કાયદેસર ક્લિનિકમાંથી વીર્ય દાન આપવાનો અને નિર્ધારિત મર્યાદા કરતા વધુ બાળકો બનાવવાનો આરોપ છે.
ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયાના કાયદા હેઠળ, માણસ ફક્ત 10 ‘કુટુંબ’ બનાવી શકે છે. તે જ સમયે, એલન કહે છે કે, મહિલાઓ માટે ના પાડવી તે તેના માટે ખૂબ મુશ્કેલ છે. આ કારણોસર, તેઓ એક જ દિવસમાં ત્રણ સ્ત્રીઓને વીર્ય આપે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle