આ 3 બેંકોમાં ખાતું હોય તો બેફિકર રહો, RBIએ આપી ખાતરી- ‘ક્યારેય નહીં ડૂબે તમારા રૂપિયા’…

3 most safest bank in india: આપણાંમાથી ઘણા લોકો પોતાની મહેનતની કમાણી બેંકોમાં જ મુકવાનું પસંદ કરે છે. આ સેવિંગ એકાઉન્ટ કે પછી એફડીના રૂપમાં…

3 most safest bank in india: આપણાંમાથી ઘણા લોકો પોતાની મહેનતની કમાણી બેંકોમાં જ મુકવાનું પસંદ કરે છે. આ સેવિંગ એકાઉન્ટ કે પછી એફડીના રૂપમાં રાખવામાં આવેલી રકમ હોય છે. પરંતુ જો બેંક ડૂબી જાય તો શું કરવામાં આવશે. RBIએ બેંકો માટે તેમના ગ્રાહકોના (3 most safest bank in india) નાણાંનો વીમો લેવો ફરજિયાત બનાવ્યો છે. પરંતુ તે પણ મહત્તમ 5 લાખ રૂપિયા સુધી જ હોય છે. તેનો અર્થ છે કે, જો બેંક ડૂબી જાય છે, તો તમારી જેટલી પણ રકમ પડી હોય, તમને માત્ર 5 લાખ રૂપિયા જ મળી શકે છે.

SBI Bank

એટલા માટે જરૂરી છે કે, રૂપિયા તે બેંકમાં જ રાખવામાં આવે જ્યાં સુરક્ષિત હોય. હવે તે કેવી રીતે ખબર પડશે કે, કઈ બેંકને સુરક્ષિત ગણી શકાય છે. તે પણ જાણી શકાય છે. ભારતની 3 બેંકોને સૌથી સુરક્ષિત બેંક ગણવામાં આવી છે. આ બેંક RBIની ડોમેસ્ટિક સિસ્ટમેટિકલી ઈમ્પોર્ટેન્ટ બેંકની અંતર્ગત આવી રહી છે. જો આ બેંક ડૂબવાના આરે પહોંચે તો પણ રિઝર્વ બેંક તેમજ દેશની સરકાર તરફથી બચાવવાનો સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવી શકે છે. આ એટલી મોટી બેંકો છો, જેના ડૂબના પર પૂરા દેશની અર્થવ્યવસ્થા વેર વિખેર પણ થઈ શકે છે.

HDFC Bank

ચાલો જાણીએ કઈ બેંક છે સૌથી સુરક્ષિત?
RBI દ્વારા આપવામાં આવેલી સુરક્ષિત બેંકોની યાદીમાં એક સરકારી અને 2 ખાનગી બેંક છે. આમાં પહેલી બેંક છે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા. બીજી બેંક HDFC બેંક અને ત્રીજી ICICI બેંક છે. રિઝર્વ બેંક તરફથી આ યાદી જાહેર કરવામાં આવી છે. 2017માં પહેલીવાર આ યાદીમાં પ્રાઈવેટ ક્ષેત્રની HDFC બેંકને સામેલ કરવામાં આવી છે.

ICICI Bank

બેંકોની અગત્યતાના આધાર પર તેમના જુદા-જુદા બકેટમાં પાડવામાં આવ્યા છે. રિઝર્વ બેંકે તેના માટે પાંચ બકેટ્સ તૈયાર કર્યા છે. 1માં બકેટમાં જે બેંક હશે તે સૌથી સુરક્ષિત હસે અને જે 5માં બકેટમાં હશે, તે બિનસુરક્ષિત બેંક હશે. હાલ SBI બકેટ 3માં છે, જ્યારે બાકીની 2 બેંકો બકેટ 1માં જોવા મળશે. મળતી માહિતી અનુસાર, આનો અર્થ એ નથી કે આ નબળી સુરક્ષાવાળી બેંકો છે. આનો અર્થ એ થયો કે હાલમાં SBI દેશની સૌથી સુરક્ષિત બેંકોની સરખામણીમાં ટોચ પર આવી રહી છે. D-SIB ની યાદીમાં સામેલ થવા માટે, બેંકની કુલ સંપત્તિ દેશના GDPના 2 ટકાથી વધુ હોવી જોઈએ.