જાનૈયા ભરેલી સ્કોર્પિયો પલટી જતાં 6 લોકોના કમકમાટી ભર્યા મોત; જાણો સમગ્ર ઘટના એક ક્લિક પર

Bihar Accident: બિહારના ભાગલપુરમાં સોમવારે રાત્રે થયેલા એક દુ:ખદ માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા અને 3 ગંભીર રીતે ઘાયલ થયા હતા. ભાગલપુર જિલ્લાના અમાપુર ગામ પાસે NH 80 પર રાત્રે 11:30 વાગ્યે આ ઘટના બની હતી. મળતી માહિતી મુજબ,એક ટ્રક લગ્નમાં જતી સ્કોર્પિયો(Bihar Accident) પર પલટી ગયો હતો. અકસ્માતમાં સ્કોર્પિયો તે ટ્રક નીચે આવી જતાં કચડાઈને પડીકું વળી ગયો હતો.

6 લોકોના થયા મોત
મળતી માહિતી મુજબ સ્કોર્પિયોમાં 9 લોકો હાઇવે નીચે દટાયા હતા. અકસ્માતને પગલે સ્થળ પર અરેરાટી ફેલાઈ ગઈ હતી. હાઇવેની આસપાસ હાજર લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ પછી, પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલો હોસ્પિટલ દાખલ કર્યાં હતા અને મૃતદેહોને પીએમ અર્થે ખસેડવવામાં આવ્યા હતા.

3 લોકો થયા ઘાયલ
અકસ્માતમાં ઘાયલ યુવકે જણાવ્યું કે અમે લગ્નમાંથી મુંગેરથી શ્રીમતપુર પીરપેંટી લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ છરા ભરેલ ટ્રક પલટી મારી ગયું હતું. જે બાદ આસપાસથી લોકો દોડી આવ્યા હતા.સ્થાનિક લોકોની મદદથી અમારો જીવ બચી ગયો. એમ્બ્યુલન્સની વ્યવસ્થાના અભાવે સ્થાનિક લોકોએ પણ વહીવટીતંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી.

અકસ્માત માટે હાઇવેનું નિર્માણ કરતી કંપની જવાબદાર છે
આજુબાજુમાં હાજર લોકોએ જણાવ્યું હતું કે હાઇવે બનાવતી કંપનીની બેદરકારીના કારણે દરરોજ અકસ્માતો થઇ રહ્યા છે. વન-વે રોડ બનાવવાના કારણે વાહનવ્યવહાર અને કામગીરીમાં ભારે મુશ્કેલી પડી રહી છે જેના કારણે વાહન પલટી જવાના બનાવો અવારનવાર બની રહ્યા છે. તે જ સમયે, સ્થાનિક ખેડૂતો રસ્તા પર જ મકાઈ સુકવે છે, જેના કારણે વાહનોને પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.