ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયા આવતીકાલે ધારણ કરશે કેસરિયો, BJP પ્રદેશ પ્રમુખની હાજરીમાં ભાજપમાં જોડાશે

Alpesh Kathiria Join the BJP: લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું રહ્યુ છે. ત્યારે આવામાં પાટીદાર અનામત આંદોલનથી સમાજના અને ત્યારબાદ રાજનેતા બનેલા અલ્પેશ કથીરિયા…

Alpesh Kathiria Join the BJP: લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું રહ્યુ છે. ત્યારે આવામાં પાટીદાર અનામત આંદોલનથી સમાજના અને ત્યારબાદ રાજનેતા બનેલા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા આવતીકાલે ભાજપમાં જોડાશે. ભાજપ(Alpesh Kathiria Join the BJP) દ્વારા આમંત્રણ પત્રિકા બહાર પાડવામાં આવી છે. જેમાં આવતી કાલે એટલે શનિવારે આ બંન્ને પાટીદાર નેતાઓ ભાજપમાં જોડાશે તેવું લખવામાં આવ્યુ છે.

અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાશે
મળતી માહિતી અનુસાર, ભાજપ દ્વારા આમંત્રણ પત્રિકા પણ બહાર પાડવામાં આવી છે. જેમાં શનિવારે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાશે તેવું લખવામાં આવ્યું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા 26 એપ્રિલ, શનિવારના રોજ સુરતમાં આયોજિત એક ભાજપમાં જોડાશે.તેમજ આ પ્રસંગમાં સુરતના લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશ દલાલ, નિરંજન ઝાંઝમેરા, પ્રફુલ પાનશેરીયા, મુકેશ પટેલ અને દક્ષેશ માવાણી પણ હાજર રહેશે.

લોકપ્રિયતા છતાં મોદીલહેરમાં તણાઈ ગયા હતા
પાટીદાર અનામત આંદોલનને કારણે સુરતમાં વસતા પાટીદારોમાં આ યુવા ચહેરાઓએ મજબૂત પકડ બનાવી હતી. જેનો લાભ લેવા માટે આમ આદમી પાર્ટીએ તેમને પોતાના ઉમેદવાર ઘોષિત કર્યા હતા.તો બીજી તરફ અલ્પેશ અને ધાર્મિકે પણ તક જોતા પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરવાનું મન બનાવી લીધું હતું. એ દરમિયાન પાટીદાર યુવકોમાં તેમની લોકપ્રિયતા વધુ હોવા છતાં પણ તેઓ ચૂંટણીમાં જીતી શક્યા ન હતા. ભાજપના સંગઠન અને મોદી લહેરમાં તેઓ હાર્યા હતા.

રાજીનામુ આપ્યા બાદ હડકંપ મચ્યો
આદ આદમી પાર્ટીમાં જોડાયેલા આ નેતા વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ રાજકીય કાર્યક્રમોથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું. તેમજ તેઓ આમ આદમી પાર્ટીનાં કાર્યક્રમમાં પણ મોટેભાગે ગેરહાજર રહેતા હતા. જે બાદ લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ અલ્પેશ અને ધાર્મિક માલવીયા દ્વારા 18 એપ્રિલનાં રોજ એકાએક રાજીનામું આપી દેતા હડકંપ મચી જવા પામ્યો હતો.

200 જેટલા PAASના કાર્યકરો પણ ભાજપમાં જોડાશે!
2020ની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) એ કોંગ્રેસને બદલે આપને સમર્થન કરતા સુરતમાં આપનો ઉદય થયો હતો. સુરતમાં PAASના કારણે જ આપનું અસ્તિત્વ બન્યું હતું પરંતુ હવે આવતીકાલે શનિવારે PAASના બે યુવા નેતાઓ સાથે 200 જેટલા PAASના કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યાં છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં વરાછા વિસ્તારના એક સંમેલનમાં PAASના નેતાઓ અને કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યાં છે. આ પ્રસંગે સુરતના લોકસભા બેઠકના બિનહરીફ ચૂંટાયેલા સાંસદ મુકેશ દલાલ, નિરંજન ઝાંઝમેરા, પ્રફુલ પાનશેરિયા, મુકેશ પટેલ અને દક્ષેશ માવાણી પણ હાજર રહેશે.