અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમમાં 24મી ફેબ્રુઆરીએ મેચ યોજાઈ હતી. એ જ દિવસે બપોરના સમયે સમાચાર આવ્યા કે હવે આ સ્ટેડિયમ મોટેરા નહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમના નામથી ઓળખાશે. આ સ્ટેડિયમ 1 લાખ 10 હજારની લોકોની કેપિસિટી ધરાવે છે પણ શું તમને ખબર છે વાસ્તવમાં આ સ્ટેડિયમ વર્ષ 1983માં બંધાયું હતું. જેની પાછળનો શ્રેય અમદાવાદના નામાંકીત ઉદ્યોગપતિ મૃગેશ જયકૃષ્ણને જાય છે.
મૃગેશ જયકૃષ્ણએ એ સમયને યાદ કર્યો હતો જ્યારે સ્ટેડિયમને બાંધવામાં આવ્યું હતું. એ સમયે 1983 ચાલી રહ્યું હતું. તેમણે કહ્યું કે, આ સ્ટેડિયમ અને આજે તમારી હયાતીમાં બનેલું આ સ્ટેડિયમ બંનેમાં તફાવત છે પણ તેના નિર્માણ કામગીરીમાં જે મહેનત લાગી હતી તે આજે પણ મને દેખાય છે. જ્યારે ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં મેમ્બર તરીકે હતો ત્યારે એક ચર્ચા થવા લાગી કે, ભવિષ્યમાં ટેસ્ટ મેચ અને બીજી મેચ કયાં રમાડી શકાય. મારા મનમાં વિચાર આવ્યો કે, અમદાવાદ શા માટે નહીં?
સવાલ: કેમ આખા અમદાવાદમાં મોટેરા જગ્યા પસંદ કરી ?
મૃગેશ જયકૃષ્ણ : અમને સરકારે કોઈ પસંદગી નહોતી આપી કે ક્યાં તમારે સ્ટેડિયમ બનાવવું. ખબર નહીં કેવી કુબુદ્ધિ હશે કે એમને શું થયું કે કોતરો જેવી ભેંકાર જગ્યામાં સ્ટેડિયમ માટે અમે હા પાડી. તમને નવાઈ લાગશે કે, અમે ગ્રાઉન્ડ લેવલ કરવા માટે સરકારની એજન્સીને બુલડોઝર માટે 26 લાખ રૂપિયા આપ્યા હતા. આ કાર્ય અઘરું હતું પણ કોઈ જ ઓપ્શન ન હતો. અમે વિનંતી કરી કે, મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમ બેંગલોરમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ આ બધા સ્થાને ત્યાની સરકારે ફાયનાન્શિયલ લીડ આપવામાં આવી તો અમને પણ કાંઇક હેલ્પ કરો. અમે લોન તો લઈ લીધી પણ ડર લાગતો કે સ્ટેડિયમ ના બન્યું તો શું થશે?
સવાલ: કોન્ટ્રાક્ટ કોને આપ્યો અને આટલું મોટું સ્ટેડિયમ બનાવવા બજેટ કેવી રીતે ઉભુ થયું?
મૃગેશ જયકૃષ્ણ : હું વિચાર કરું છું ત્યારે મને બોલતા પણ સંકોચ થાય છે કે, કેવી રીતે આ સ્ટેડિયમ બન્યું. અમારી પાસે ગુજરાત ક્રિકેટ એસોસિયેશનની મજબૂત ટીમ હતી. અમે સૌથી પહેલું કામ એ કર્યું કે, સૌથી સારામાં સારા કોન્ટ્રાક્ટર લીધા અને અમદાવાદના જાણીતા સ્ટ્રકચરલ એન્જિનિયર વી.એમ.એસની મદદ લીધી. એમની પાસે જેમને મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ બાંધેલું તેમને કોન્ટ્રાક્ટ આપ્યો. અમારી પાસે પૈસા ન હતા. બેંકમાં જઈએ તો પૂછતા કે શું છે તમારી પાસે? અમારી પાસે ખાડા અને કોતરો સિવાય કહી ન હતું. અમે સૌથી પહેલા 8 બોક્સ પ્રમોટ કર્યા. સાડા 4 લાખનું એક બોક્સ એ રીતે 29 લાખ ઊભા કર્યા અને ગુજરાત સરકારના કોર્પોરેશનને અમે ચૂકવ્યા હતા.
સવાલ : કેવા રહ્યા માધવસિંહ સોલંકીના પ્રયાસ?
મૃગેશ જયકૃષ્ણ : ગુજરાતી દ્વારા હંમેશા દરેક વસ્તુને commercial રીતે પહેલા જોવામાં અવે છે. અમને નવાઈ લાગી કે અમારે સ્ટેડિયમ એકલા હાથે બનાવવાનું છે. એ સમયે સ્ટેડિયમમાં જવું હોય તો રસ્તા ન હતા. એકદમ જંગલ જેવો વિસ્તાર ત્યાં કોઈ સ્ટ્રીટ લાઈટ પણ ન હતી. બહુ બધી ચેલેન્જ હતી. એક બાજુ સ્ટેડિયમ બાંધવાનું હતું અને બીજી બાજુ કોંગ્ર ના બે ભાગલા પણ હતા. જેમાં એક પક્ષને સ્ટેડિયમ જોઈતું હતું અને બીજા ને ન હોતું જોઈતું. કેટલાક લોકોએ ઘણા પ્રયત્ન કર્યા કે, સ્ટેડિયમ બને નહીં. આજે હું ખરેખર કહું તો 8 થી 9 મહિનામાં મારો સમય સૌથી વધુ કોર્ટ કચેરીમાં કેસ લડવામાં થયો. ઘણા ઓછા લોકો જાણે છે કે, સ્ટેડિયમ બનાવવામાં આપણા એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદીનો મહત્વનો ફાળો છે. તેમણે રાત દિવસ એક કર્યા હતાં, જો તેમની મહેનત ના હોત તો આ સ્ટેડિયમ ઉભુ થયું ન હોત.
સવાલ : 1900 જેટલા કર્મચારીઓ એ તનતોડ મહેનત કરી
મૃગેશ જયકૃષ્ણ : કર્મચારીઓ કેટલા હતા તે તો અત્યારે નહીં કહી શકું પરંતુ અમે પહેલી મિટિંગમાં નક્કી કર્યું હતું કે, આ ભારતમાં બનવાનું છે પણ જો કોઈ કર્મચારીઓ આવ જાવ કરે તો શું થાય. તેમાં નવેમ્બરમાં મેચ નક્કી થઈ ગઈ હતી અને લગભગ સાડા 8 મહિના અમારી પાસે હતા. સૌથી મોટો ખતરો વરસાદ હતો એટલે તેની તૈયારીઓ કેવી રીતે કરવી. અમે કોન્ટ્રાકટરને કહ્યું કે, એવી તૈયારીઓ કરી આપો કે નાસ્તા, જમવાનું, લંચ-ડિનર બધું સાઈટ પર જ કરી શકાય. એ લોકો જગ્યા છોડીને જાય નહીં એ દિવસ પછી અખતરો કર્યો. ભગવાને મદદ કરી એક પણ દિવસ એવું ના બન્યું કે સ્ટ્રાઈક પડી કે પછી કામ રોકાઈ ગયું. જો ફરીવાર સ્ટેડિયમ બનાવવાનું કહેવામાં આવે તો એવું થાય કે નહીં તેની અમને કોઈ ખબર નથી.
સવાલ : મદદ માટે પોલિટિકલ પાર્ટી સામે આવી?
મૃગેશ જયકૃષ્ણ : પ્રથમ ટેસ્ટ મેચનું આયોજન ક્રિકેટ સ્ટેડિયમમાં તો ઠીક પણ પોલિટિકલ પાર્ટીનું ફૂટબોલ બની ગયું હતું. આ સંજોગોમાં બધાને સાથે રાખીને ચાલવાનું હતું. દર 4 દિવસ સુધી વિચાર આવે કે થશે કે નહીં. અડધું થયું એટલે મેન્ટલી થતું કે, આ અધૂરું રહ્યું તો પૈસા કેવી રીતે ચૂકવાશે અને અધૂરું સ્ટેડિયમ કોણ લેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle