આજકાલ હત્યાના કિસ્સા ઘણા વધી રહ્યા છે. ઘણા કિસ્સાઓમાં અંગત અદાવત કારણ હોય છે તો ઘણા કિસ્સાઓમાં પ્રેમસંબંધ કારણ હોય છે. પરંતુ, હાલ એક ગંભીર હત્યા(Murder)નો બનાવ સામે આવ્યો છે જેમાં એક ભાઈએ તેની બહેનની ઘાતકી હત્યા કરી નાખી છે. ઓનર કિલિંગ(Onor killing)ની આ ઘટનામાં તેની માતા(Mother)એ પણ આરોપીને સાથ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. તેમણે સાથે મળીને ગર્ભવતી પુત્રી(Pregnant daughter)ને મોતને ઘાટ ઉતારી દીધી. તેની હત્યા એવી રીતે કરવામાં આવી હતી કે તેનું માથું શરીરથી અલગ કરી દેવામાં આવ્યું હતું.
જાણવા મળ્યું છે કે, ભયંકર ગુનો કર્યા બાદ પોલીસ પાસે તે આત્મસમર્પણ કરવા પણ પહોંચ્યો હતો. જ્યાં તેણે ગુનો કબૂલ કર્યો અને આખી વાત કહી હતી. આ ચોંકાવનારો ગુનો ઔરંગાબાદ જિલ્લાના લાડગાંવ શિવાર ગામમાં બન્યો હતો. જ્યાં ત્રણેક મહિના પહેલા મોડી રાત્રે આરોપી સંકેત સંજય મોટે તેની માતા શોભા સાથે મળીને બહેન કીર્તિ અવિનાશ થોરેની દર્દનાક હત્યા કરવામાં આવી હતી. મૃતકે થોડા દિવસ પહેલા જ તેના પ્રેમી સાથે લગ્ન કર્યા હતા. જેના કારણે તેના પરિવારજનો ખુશ ન હતા.
મળતી માહિતી મુજબ, લગ્નથી જ તે તેની હત્યા કરવાનો પ્લાન બનાવી રહ્યા હતા. મૃતકે જૂન મહિનામાં ઘરેથી ભાગી ગયા બાદ તેના પ્રેમી અવિનાશ સાથે લગ્ન કર્યા હતા. આ બંને ગોઇગાંવમાં ખેતરની વસાહતમાં ખુશીથી રહેતા હતા. કીર્તિના પરિવારના સભ્યો આ લગ્નથી ખુશ ન હતા. તેમ છતાં યુવતીના ભાઈ અને માતા તેના ઘરે આવવાના હતા. તેમણે એવું વર્તન કર્યુ કે, હવે આ લગ્નથી તેમને કોઈ નારાજગી નથી.
લાડગાંવ શિવારમાં 302 વસ્તીમાં રહેનાર સંજય થોરેના દીકરા અવિનાશ થોરેએ કીર્તિ સાથે ઘરેથી ભાગીને લગ્ન કર્યા હતા. બંને કોર્ટ મેરેજ કરી ખેત વસ્તી ગોયગાંવમાં રહેવા લાગ્યા હતા. કીર્તિના પરિવારના સભ્યો લગ્નથી ખુશ ન હતા. તેમ છતાં છોકરીના ભાઈ અને માતા તેના ઘરે આવવા લાગ્યા. પોલીસ દ્વારા આ બાબતે જણાવવામાં આવ્યું કે, શરૂઆતમાં લોકોને લાગ્યું કે લગ્નની બધાની મંજુરી મળી ગઈ છે. પરંતુ, યુવતીના માતાના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું.
જાણવા મળ્યું છે કે, રવિવારે કીર્તિનો ભાઈ અને તેની માતા તેને મળવા આવ્યા હતા. ઘરના લોકો ખેતરમાં કામ કરવા ગયા હતા. ઘરમાં કીર્તિ અને તેનો પતિ અવિનાશ એકલા જ હતા. અવિનાશની તબિયત બગડી હોવાથી તે આરામ કરી રહ્યો હતો. આ દરમિયાન, કીર્તિ ચા બનાવવા રસોડામાં ગઈ કે તરત માતા શોભા અને ભાઈ સંકેત પાછળથી ત્યાં ગયા હતા. માતાએ કીર્તિને પકડી લીધી અને સંકેતે કિર્તિને રસોડામાં જ તીક્ષ્ણ હથિયાર વડે ગરદન પર ઘા માર્યો અને તેનું માથુ dhadથી અલગ કરી નાખ્યું હતું.
અવિનાશ આરોપીને પકડે તે પહેલા જ આરોપી સ્થળ પરથી ભાગી ગયો હતો. ત્યારબાદ તે પોલીસ સ્ટેશન પહોંચ્યો અને સરેન્ડર કર્યું. પતિની બૂમો સાંભળીને પડોશીઓને આ ઘટનાની જાણ થઈ હતી અને બાદમાં પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે, હાલ પોલીસ દ્વારા આરોપીની માતાની પણ ધરપકડ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.