ભયંકર માર્ગ અક્સ્માતમાં માતા અને બે બાળકોના મોત- ઝાડ સાથે અથડાતા કારમાં થયો ભયંકર બ્લાસ્ટ

તાજેતરમાં વધી રહેલા અકસ્માત(Accident)ના બનાવો દરમિયાન ભરતપુર(Bharatpur)માં હોળીના દિવસે જ એક પરિવારની ખુશી દુ:ખમાં ફેરવાઈ ગઈ હોવાનો ચક્ચારો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, હોળી રમવા જઈ રહેલી માતા અને તેના બે પુત્રોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. ટ્રક(Truck)થી બચવાના પ્રયાસમાં, એક ઝડપી કાર(car) ઝાડ સાથે અથડાઈ અને પલટી મારી ગઈ હતી.

અકસ્માતમાં માતા અને બે પુત્રોના મોત નીપજ્યા હતા. મૃતક મહિલાના ત્રણ દેવર ઘાયલ થયા છે. કારમાં સવાર મહિલા તેના પુત્રો અને દેવરો સાથે હોળી રમવા તેના સાસરે જઈ રહી હતી. આ અકસ્માત શુક્રવારે ભરતપુરના ઉચૈન ખાતે થયો હતો.

રાખીના સાસરિયાઓ બયાનના સીઘાન ખેડામાં છે. રાખીના પતિ દુર્ગ સિંહ ભરતપુરમાં બ્લડ બેંકમાં કામ કરે છે. રાખી તેના બે પુત્રો સંસ્કાર(8) અને યુવાંશ(2) સાથે તેના સાસરિયે હોળી રમવા જતી હતી. રાખીના દેવર ગોલુ (20), ઉતેશ (20), જયસિંહ (18) પણ કારમાં હાજર હતા. ઉચ્છૈનના નેકપુર પેટ્રોલ પંપ પાસે ટ્રક અચાનક કારની સામે આવી ગઈ હતી. ટ્રકે ઓવરટેક કર્યું. તેનાથી બચવાનો પ્રયાસ કરતી વખતે કાર અસંતુલિત થઈ ગઈ અને ઝાડ સાથે અથડાઈ. પલટી મારતા કાર ખેતરમાં પડી હતી. રાખી અને તેના બે પુત્રો મૃત્યુ પામ્યા.

કારની સ્પીડને કારણે ઝાડ સાથે અથડાયા બાદ પલટી મારીને ખેતરમાં પડી હતી. આ ઘટના અંગે પડોશીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસ તમામ ઘાયલોને ઉચ્છૈનની હોસ્પિટલમાં લઈ ગઈ જ્યાં રાખી, સંસ્કાર અને યુવંશને મૃત જાહેર કરવામાં આવ્યા. ત્રણ યુવકો ગોલુ, ઉતેશ, જયસિંહને ભરતપુર રીફર કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *