યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર- સરકારે લીધો મોટો નિર્ણય

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ(Russia-Ukraine war) વચ્ચે મેડિકલનો અભ્યાસ(study of medicine) કરતા વિદ્યાર્થીઓ ખૂબ જ પરેશાન છે. કોઈને ખબર નથી કે યુદ્ધ ક્યારે સમાપ્ત થશે…

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ(Russia-Ukraine war) વચ્ચે મેડિકલનો અભ્યાસ(study of medicine) કરતા વિદ્યાર્થીઓ ખૂબ જ પરેશાન છે. કોઈને ખબર નથી કે યુદ્ધ ક્યારે સમાપ્ત થશે અને ભારતીય વિદ્યાર્થીઓ પાછા ફરી શકશે અને તેમનો તબીબી અભ્યાસ(Medical study) પૂર્ણ કરી શકશે. પરંતુ તે તમામ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. યુક્રેનની સરકાર અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને પરીક્ષા વિના ડિગ્રી(Degree) આપવા જઈ રહી છે. યુક્રેનમાં યુદ્ધ અને સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પરીક્ષા વિના ડિગ્રી મળશે:
એક રિપોર્ટ અનુસાર, યુક્રેને લાયસન્સિંગ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે, જેના કારણે વિદ્યાર્થીઓ હવે આ પરીક્ષા આપ્યા વિના MBBSની ડિગ્રી મેળવી શકશે. તમને જણાવી દઈએ કે, યુક્રેનમાં મેડિસિન અને ફાર્મસીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ લાઇસન્સિંગ પરીક્ષા પાસ કરવી પડે છે. તેનું નામ KROK છે.

KROK શું છે?
KROK એ એક પ્રકારની લાઇસન્સિંગ પરીક્ષા છે, જેમાં ડૉક્ટર અથવા ફાર્માસિસ્ટ બનવા માટે લાયકાત મેળવવી પડે છે. જે વિદ્યાર્થીઓ “મેડિસિન”, “દંતચિકિત્સા” અને “ફાર્મસી” વિશેષતાઓની તૈયારી કરી રહ્યા છે તેઓ બે અલગ-અલગ પરીક્ષાઓ પાસ કરવાની હોય છે – “KROK-1” અને “KROK-2”. તબીબી વિદ્યાર્થીઓએ ત્રીજા વર્ષમાં KROK-1 પરીક્ષા પાસ કરવી પડશે. જ્યારે છેલ્લા એટલે કે ચોથા વર્ષમાં તેમણે KROK-2 પાસ કરવાનું હોય છે. તે પછી જ તેમને અંતિમ ડિગ્રી આપવામાં આવે છે.

યુક્રેનની સત્તાવાર વેબસાઇટ અનુસાર, KROK-1 આવતા વર્ષ સુધી રદ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આ વર્ષ માટે KROK-2 રદ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *