મા તો મા હોય છે સાહેબ, પોતાના બાળકોની ભૂખ સંતોષવા માતાએ એવું કામ કર્યું કે.. વાંચીને તમે પણ ભાવુક થઇ જશો

સાહેબ માં તો માં હોય છે. મા પોતાના બાળકો માટે કઈ પણ જતું કરી શકે છે પણ પોતાના બાળકોને ભૂખ્યા નથી જોઈ શકતી. આજે અમે તમને આવી જ એક ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ વિશે જાણીને તમે ચોંકી ઉઠશો. આ સમગ્ર ઘટના તમિલનાડુ શહેરના શલેમની છે. જ્યાં ત્રણ છોકરીઓના પેટની ભૂખ સંતોષવા માટે માતાએ પોતાના વાળ વેચી દીધા.

આ મહિલાનું નામ પ્રેમા છે. પ્રેમાના પતીનું મૃત્યુ થઈ જતા તેમના પરિવારની હાલત ખૂબ જ કફોડી થઇ ગઇ હતી. પોતાના બાળકોને ખવડાવવા માટે તેની પાસે એક અનાજનો દાણો પણ ન હતો. એ વાત તો સ્વાભાવિક છે કે કોઈ માતા પોતાના બાળકને ભૂખ્યું ન જોઈ શકે.ત્યારે પ્રેમા પોતાના બાળકોને ખવડાવવા માટે પોતાના વાળ 150 રૂપિયામાં વેચી દીધા હતા. પ્રેમાના પતિનું મૃત્યુ થયું ત્યારે તેમની માથે 2.50 લાખનું દેવું હતું.

પ્રેમા પહેલા ઈટોના ભઠ્ઠામાં કામ કરતી હતી. પરંતુ કોરોના ને કારણે લાદવામાં આવેલા લોકડાઉન ને લીધે તેમનું આ કામ પણ બંધ થઈ ગયું હતું. જેને કારણે તેના છોકરાઓ કંઈ પણ ખાયા વગર જ દિવસો ગુજારતા હતા. ત્યારે ગામના એક વ્યક્તિએ પ્રેમા પાસે આવીને કહ્યું એ તમારા વાળ મને આપો છો તો હું તેના બદલામાં તમને પૈસા આપીશ.

ત્યારે તે વ્યક્તિ એ પ્રેમાં ને 150 રૂપિયા આપ્યા હતા. આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ ગઈ. જેને લીધે પ્રેમા ને લોકો દ્વારા દાન આપવામાં આવ્યું જે ની રકમ 1.50 લાખ હતી. સાથે સરકારે તેમને વિધવા પેન્શન પણ બાંધી આપ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *