આવી સાસુ કોઈ દીકરીને ના મળે! પૌત્ર પ્રાપ્તિની ઘેલછામાં સાસુએ પોતાની જ પુત્રવધુનું દુષ્કર્મ કરાવ્યું

ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં (UP Banda) એક મહિલાએ પૌત્રની ઈચ્છામાં તેની પુત્રવધૂ પર દુષ્કર્મ કરાવ્યું. આરોપ છે કે જ્યારે પુત્રવધૂને કોઈ સંતાન નહોતું ત્યારે સાસુએ તેની વહુને રૂમમાં મોકલીને બે યુવકો પાસે દુષ્કર્મ કરાવ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. આ મામલે પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો છે. કેસની તપાસ ચાલી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, બાંદાના યુવકને લગ્નના ઘણા વર્ષો પછી પણ કોઈ સંતાન નથી. બાળકની લાલસામાં યુવકની સાસુએ પુત્રવધૂના બે દેવરને તેના રૂમમાં મોકલીને દુષ્કર્મ કરાવ્યું હતું. આ અંગે પુત્રવધૂએ પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે ઘટનાની તપાસ કરી આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ડીએસપી સિટી રાકેશ કુમાર સિંહે જણાવ્યું કે શહેરના કોતવાલી વિસ્તારના એક વિસ્તારમાં એક મહિલાએ ફરિયાદ કરી હતી કે તેના પતિની નબળાઈને કારણે તેની સાસુએ અલગ-અલગ દિવસે 2 યુવકોને રૂમમાં મોકલીને તેની સાથે દુષ્કર્મ કરાવ્યું હતું. જ્યારે આ બાબતની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે મહિલાએ પૌત્રની ઈચ્છામાં તેની પુત્રવધૂ સાથે દુષ્કર્મ કરાવડાવ્યું હતું. આ મામલે કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *